કોરોનાની ત્રીજી-લહેરની ભીતિઃ ત્રણ-કોવિડ-સેન્ટર ફરી શરૂ કરાશે

મુંબઈઃ કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઓગસ્ટ મહિના પછી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી બંધ થઈ ગયેલા જમ્બો કોવિડ-19 કેર સેન્ટરોને ફરીથી ખોલવાનો મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્રએ આદેશ આપ્યો છે.

બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ, મુલુંડ અને દહિસર સ્થિત ત્રણ જમ્બો કોવિડ સેન્ટરોને ઓગસ્ટ મહિનાથી જ તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવનાર છે. સમારકામ તથા અપગ્રેડેશન માટે ગયા મે મહિનાથી આ સેન્ટરોને બંધ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોની દેખભાળ માટે પાલિકા તંત્ર બેથી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. આવનારા અઠવાડિયાઓમાં આ કેન્દ્રોમાં આશરે 20-25 ટકા પથારીઓની વ્યવસ્થા કરવામાં આવશે.