મુંબઈઃ શહેરના ઓટોરિક્ષા ડ્રાઈવરોના યૂનિયને માગણી કરી છે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ઈંધણના ભાવ વધી ગયા હોવાથી એમને વળતર પેટે સીએનજીના ભાવમાં 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે અથવા ભાડું વધારવા દેવાની છૂટ આપવામાં આવે. હાલ સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 86 છે.
રિક્ષાચાલકોના યૂનિયને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને એમની માગણી રજૂ કરી છે. મુંબઈમાં હાલ મિનિમમ રિક્ષાભાડું 1.4 કિલોમીટર માટે 21 રૂપિયા છે.