મુંબઈઃ શહેરના મહાનગરપાલિકા તંત્ર આવતીકાલથી ગર્ભવતી સ્ત્રીઓને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી આપવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવાનું છે. એવી સ્ત્રીઓને શહેરભરમાં 35 કેન્દ્રો ખાતે કોરોના રસી આપવામાં આવશે. આ માટેના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે.
ગર્ભવતી સ્ત્રીઓને કોરોના રસી ઉપલબ્ધ કરાવવા વિશે ઘણા સામાજિક કાર્યકરો અને સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી. શિવસેનાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ પણ રજૂઆત કરી હતી. ગર્ભવતી સ્ત્રીઓને કોરોના રસી આપવામાં પ્રાધાન્ય આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. એ માટે તેણે પોતાની નીતિમાં ફેરફાર પણ કર્યો છે.