મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટસ’ શરૂ થવાનો શિવસેનાને ડર

મુંબઈઃ શિવસેનાએ ભાજપની જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પાર્ટીના મુખપત્ર ‘સામના’ દ્વારા નિશાન સાધતાં પુડુચેરીમાં સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેનાએ કહ્યું હતું કે પુડુચેરીમાં ઉપ-રાજ્યપાલના પદ પર આરૂઢ કિરણ બેદીએ નારાયણસામી સરકારને યોગ્ય રીતે કામ નથી કરવા દીધું. ‘સામના’ના સંપાદકીયમાં શિવસેનાએ કહ્યું હતું કે ભાજપે નાના રાજ્યમાં કોંગ્રેસના હાથથી ખેંચી લીધું છે. ભાજપ માર્ચ-એપ્રિલમાં મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટસ’નો પ્રારંભ કરશે.

‘સામના’માં આગળ કહેવામાં આવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં સરકાર પાડવામાં આવી ત્યારે આગામી વાર મહારાષ્ટ્ર પર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી બિહારનું પરિણામ આવવા દો, ફછી જુઓ, મહારાષ્ટ્રમાં એવું પરિવર્તન લાવવામાં આવશે. જોકે દિલ્હી બહુ દૂર છે, એ જ રીતે મહારાષ્ટ્ર પણ બહુ દૂર છે.

સરકારને ટેકો આપતા વિધાનસભ્યોને તોડવા માટે ED, સીબીઆઇ અને ઇન્કમ ટેક્સ વગેરેનો (દુરુ) પ્રયોગ કરવામાં આવે છે, એવો આરોપ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લગાવ્યો હતો, એમ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહેવામાં આવ્યું છે.

‘સામના’માં કહેવામાં આવ્યું હતું કે એક સમયે દક્ષિણમાં કોંગ્રેસની બોલબાલા હતી, આજે પુડુચેરી જેવું નાનું રાજ્ય પણ એના હાથમાં નથી રહ્યું. કેન્દ્ર ઝારખંડને પણ અસ્થિર કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પાઠળ કેન્દ્રીય તપાસ એજન્સી લગાવવામાં આવી છે. આ માહોલ લોકતંત્ર માટે મારક છે. નીતિ અને વિચારધારાને એક તરફ કરીને સત્તા મેળવવા માટેનું રાજકારણ શરૂ છે, એ ચિંતાજનક છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]