અભિનેત્રી સોફી ચૌધરીની કાર સાથે રીક્ષા અથડાવીઃ ડ્રાઈવરની ધરપકડ

0
1186

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોફી ચૌધરીની BMW સાથે ઓટોરીક્ષા અથડાવી દેનાર રીક્ષાડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે.

સોફી ચૌધરી ગાયિકા પણ છે અને એમટીવી ઈન્ડિયાની ભૂતપૂર્વ વિડિયો જોકી પણ છે.

પ્રાસંગિક મોડેલ અને ટીવી પ્રોગ્રામ પ્રેઝન્ટર સોફીની કાર સાથે રીક્ષા અથડાવાનો બનાવ ગઈ કાલે, બુધવારે રાતે બન્યો હતો.

રીક્ષાડ્રાઈવરનું નામ છે અનીસ એહમદ. એ 22 વર્ષનો છે. ભારતીય ફોજદારી ધારાની કલમ 279 અને 336 હેઠળ એની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કલમ બેફામપણે વાહન હંકારવા અને કોઈ માનવીના જીવને જોખમમાં મૂકવાના ગુનાને લગતી છે.

આ બનાવ ખાર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર અંતર્ગત બન્યો હતો.

સોફી ચૌધરીને કોઈ ઈજા થઈ નથી.