260 કરોડ કૌભાંડ મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહનો CID ક્રાઇમને પત્ર, સરેન્ડરની તૈયારી

અમદાવાદ : ઉચ્ચ પોલિસ અધિકારીઓ, નેતાઓ અને પત્રકારોને સંડોવતાં 260 કરોડના અતિચકચારી વિનયશાહ કેસમાં નવો વળાંક આવ્યો છે. ૨૬૦ કરોડના કૌભાંડી વિનય શાહના પત્ની ભાર્ગવી શાહે આત્મસર્પણ માટે તૈયારી દર્શાવી છે. વધુ  વળતર આપવાની લાલચ આપી લોકોને ઠગનારા વિનય શાહ હાલમાં ફરાર છે. ત્યારે ભાર્ગવી શાહે સીઆઇડી  ક્રાઇમને પત્ર લખી આત્મસમર્પણની તૈયારી દર્શાવી છે.
આ અરજીની નકલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સહીત ડીજી  કચેરી એને સીઆઇડીને મોકલવામાં આવ્યો છે. અરજીમાં પતિ વિનય શાહ માનસિક તણાવમાં છે. તે ભાર્ગવી  શાહ જાણતી નથી. તેમજ ભાર્ગવી શાહે કોર્ટ સમક્ષ હાજર થવા તૈયારી દર્શાવી છે. નામદાર કોર્ટ સમક્ષ અને પૂછપરછ દરમિયાન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવે સાથે જ સમગ્ર તપાસમાં મહિલા સામાજિક સંસ્થાના જવાબદાર વ્યક્તિને સાથે રાખવાની માંગ કરી હતી
તપાસ એજન્સી યોગ્ય કાર્યવાહી કરે તેવી અરજીમાં માગ કરી છે. આ પત્રમાં ભાર્ગવી શાહે પોતાના પરિવારની  સુરક્ષા કરવાની માગ પણ કરી છે. વિનય શાહ અત્યારે ક્યાં છે તેની તપાસ ચાલી રહી છે. ત્યારે ભાર્ગવી શાહના આત્મસમર્પણ માટેના પત્રથી વિનય શાહ સામે આવે તેવી શક્યતા છે.
વિનય શાહે કથિત સ્યુસાઇડ નોટમાં  કરેલા લખાણ મુજબ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરતા ભાર્ગવીએ નોટમાં લખેલ તમામ નામોના નિવેદનો  લઈ તપાસ થાય તેવી પણ માગ કરી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]