25થી વધુ શાળાના આચાર્યો-શિક્ષકોની એકેડેમીક વર્કશોપ

અમદાવાદ: શહેરમાં એક દિવસીય પ્રિન્સિપાલ’સ એકેડેમી વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં 25થી વધુ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમની સર્વોચ્ચ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અને તેમના સશક્તિકરણ માટે જાણીતા વિશ્વ વિખ્યાત કેટાલાઈઝર ફ્રેન્કલીનકોવેના બ્રુક જુડની આગેવાની હેઠળ આ વર્કશોપ યોજાયો.

તેઓ ત્રણ દાયકાથી વધુના સમૃદ્ધ વારસા સાથે, વિશ્વભરમાં નેતૃત્વ અને શિક્ષણ માટે નવીન અભિગમોને આકાર આપવામાં મોખરે છે. આ વર્કશોપ ઈવોલ્વિંગ એજ્યુકેશનલ લેન્ડસ્કેપને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે એજ્યુકેશનલ લીડર્સને અદ્યતન વ્યૂહરચના અને આંતરદૃષ્ટિથી સજ્જ કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો હતો. બ્રુક જુડે બહોળા અનુભવ અને કુશળતા સાથે, નેતૃત્વ કૌશલ્યો વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને શાળા સમુદાયોમાં સતત સુધારણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી વિચાર-પ્રેરક ચર્ચાઓ, ઇન્ટરેક્ટિવ સેશન અને પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરાવી હતી.

વર્કશોપમાં શૈક્ષણિક નેતૃત્વ માટે જરૂરી વિષયોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી. જેમાં વ્યૂહાત્મક આયોજન, અસરકારક કોમ્યુનિકેશન, ટેલેન્ટ ડેવલપમેન્ટ તેમજ વિશ્વાસ અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

પ્રિન્સિપાલ’સ એકેડેમી વર્કશોપમાં સહયોગ, નવીનતા અને શિક્ષણના ભાવિને આકાર આપવા માટે સતત શીખતા રહેવું વગરેના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઝાયડસ, કેલોરેક્સ, એસ.એ.એસ., ઉદગમ વગેરે જેવી અગ્રગણ્ય શાળાઓએ ભાગ લીધો હતો.