મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી આજકાલ તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તેઓ થોડાં દિવસ પહેલાં તેમના સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકરના સ્મારક સમારોહમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમની માટે ખુરશી પરથી ઉઠવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તેમના આ દશા જોઈને તેમના ફેન્સ સહિત સમગ્ર દેશવાસીઓ ચિંતામાં છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું આ અંગે કહેવું છે કે દરેક વ્યક્તિએ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ. પરંતુ સાથે જ તેણે પણ પોતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ.કપિલ દેવે કહ્યું, “આપણે બધાએ વિનોદ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ, પરંતુ તેણે પણ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. જો તે પોતાનું ધ્યાન નહીં રાખે તો અમે પણ તેની સંભાળ રાખી શકીશું નહીં.”