નવી દિલ્હી: રાજ્યની આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે સોમવારે તેઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા.કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામડાઓના જાણીતા ચહેરા તરીકે કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાયા છે.
ગેહલોતે આ પ્રસંગે કહ્યું કે, ‘હું કોઈપણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું. હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા આપવામાં આવશે હું તે ભજવીશ.’