ડમ્પરે કારને ટક્કર મારી, પછી 5 વાહનો સાથે અથડાયા: 14ના મોત

જયપુર: ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા 14 લોકોના મોત થયા, જ્યારે અંદાજિત 40 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય ગાડીઓને કચડતો ગયો. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના 30થી 40 ગાડીઓની એક બીજામાં ટક્કર થઈ. ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી અને આશરે 50 લોકોને કચડી નાંખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે 5થી વધુ ગાડીઓને ટક્કર મારી 50 લોકોને કચડ્યાં છે, જેના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા.

પોલીસે શું કહ્યું?

પોલીસે અહેવાલ આપ્યો છે કે એક ડમ્પ ટ્રક ચાલકે પાંચ કારને ટક્કર મારી હતી, જેમાં ૫૦ લોકો કચડી નાખ્યા હતા. દસ લોકોના મોત થયા હતા અને લગભગ ૪૦ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડમ્પ ટ્રક ચાલક દારૂના નશામાં હતો. કેટલાક લોકો હજુ પણ કાર નીચે ફસાયેલા હોવાની આશંકા છે, અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ ગુસ્સે છે અને ડમ્પ ટ્રક ચાલક અને માલિક બંને સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરિવારના સભ્યો તેમના પ્રિયજનોના મૃત્યુના સમાચાર સાંભળીને ભાંગી પડ્યા હતા. પોલીસે હવે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.