ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ કહ્યું- ‘યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી’

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામિક સંસ્કૃતિ વિશે કહ્યું કે યુરોપમાં તેના માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે ઈસ્લામિક સંસ્કૃતિ અને આપણી સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે કોઈ સમાનતા નથી અને આ એક મોટી સમસ્યા છે. તેમણે કહ્યું, સાઉદી અરેબિયા ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે, જ્યાં શરિયા લાગુ કરવામાં આવે છે. યુરોપમાં ઇસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, જે આપણી સંસ્કૃતિના મૂલ્યોથી દૂર છે.

 

આ કાર્યક્રમમાં ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો

એક કાર્યક્રમમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન સુનકે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ શરણાર્થી વ્યવસ્થામાં વૈશ્વિક સુધારા પર આગ્રહ રાખશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે શરણાર્થીઓની વધતી સંખ્યાનો ખતરો યુરોપના કેટલાક ભાગોને અસર કરી શકે છે.

આપણા સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ

તેમણે કહ્યું કે કેટલાક દુશ્મનો જાણીજોઈને આપણા સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે લોકોને આપણા કિનારે લાવવામાં આવી રહ્યા છે. જો આપણે આ સમસ્યાનો સામનો નહીં કરીએ તો આ સંખ્યા વધુ વધશે. આ અમારા લોકોને મદદ કરવાની અમારી ક્ષમતાને અસર કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો આના માટે અમારે અમારા કાયદાઓને અપડેટ કરવાની જરૂર હોય, તો અમારે તેમને અપડેટ કરવા જોઈએ.”

ઇટાલીમાં જન્મ દર સૌથી નીચા સ્તરે

એલોન મસ્ક પણ વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે વસતીના નુકશાનનો સામનો કરવા માટે ઈમિગ્રેશન પૂરતું નથી.તેમણે કહ્યું, “સંસ્કૃતિના મૂલ્યો હોય છે, અમે નથી ઈચ્છતા કે ઈટાલી એક સંસ્કૃતિ તરીકે અદૃશ્ય થઈ જાય.” મસ્કે વધુમાં કહ્યું કે ઈટાલીનો જન્મ દર તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.