માઝી મુંબઈની અજય યાત્રા પર બ્રેક વાગી, શ્રીનગર કે વીરેએ 7 વિકેટથી હરાવ્યું

થાણે: દિલીપ બિંજવાના બેટિંગથી શ્રીનગર કે વીરે આખરે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-2માં માઝી મુંબઈની અજય યાત્રા પર બ્રેક લગાવી શક્યા. મેન-ઇન-પિંકે શુક્રવારે સાત વિકેટથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. બે મેચ વચ્ચે, લોકપ્રિય ગાયિકા નીતિ મોહને તેના ચાર્ટ-ટોપિંગ સોંગ્સ સાથે દર્શકોને ડોલાવ્યા હતા.આઠ મેચના અણનમ જીત સાથે સ્પર્ધામાં આગળ વધી રહેલી માઝી મુંબઈની ટીમે ટુર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો. જો કે આઈ.એસ.પી.એલ. સીઝન-2માં ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ, માઝી મુંબઈ પ્રથમ ટીમ બની ગઈ છે.114 રનના જંગી સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીનગરની ટીમમાંથી સાગર અલી અને આકાશ તારેકરે 50 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ દિલીપ બિંજવા અને સંસ્કાર ધ્યાનીએ ટીમને ચાર બોલ બાકી રહ્યા હતા ત્યારે જ જીત અપાવી હતી. ઇનિંગની શરૂઆત કરતા, સાગરે 19 બોલમાં 33 રન ફટકાર્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. જ્યારે આકાશે 19 બોલમાં 34 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.ટોસ જીતીને શ્રીનગર કે વીર દ્વારા બોલિંગ કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. મુંબઈની ટીમે 10 ઓવરમાં 113/7ના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મુંબઈની ટીમ તરફથી રજતે 27 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે યોગેશે 14 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીનગર માટે, સાહિલ લોંગેલ 3/7ના આંકડા પર બોલિંગ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. જ્યારે રાજુ મુખિયાએ 2/18 લીધા હતા.