અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર થી બોડકદેવ જવાના માર્ગ પર ઈરાનીયન નંબર પ્લેટ સાથેની એક આધુનિક વાન ઉભી હતી. ઘરની તમામ સગવડો હોય એવી વાનની અંદર મહિલા અને એક સાથી સ્થાનિક લોકો સાથે સદભાવનાથી મળી રહ્યા હતા. આ સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરતા હતા.આ કારમાં અંદર બહાર રહેલી પ્રવાસની તમામ સગવડ જોઈ માર્ગ પર ભારે કુતુહલ સર્જાયું. આ વાન ઈરાનથી આવી હતી. એની સાથે આવેલ મહિલા ડો.એલ્હમ દેહસ્તાનીનો ઉદ્દેશ અને કામ વિશ્વ પ્રવાસ સાથે વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટેના સંદેશનું છે.
ડો. એલ્હમ દેહસ્તાની કહે છે વિશ્વ આખાયના ઘણાં દેશ અને પ્રાંતમાં યુધ્ધ થાય છે. જેનો નિર્દોષ બાળકો ભોગ બને છે. દુનિયામાં શાંતિ ખુબ જ જરૂરી છે.
નિવૃત્ત ઇરાની શાળામાં આચાર્ય રહી ચૂકેલા એલ્હમ દહેસ્તાની, બાળકો, ગ્લોબલ હાર્મની માટે પ્રયાસ અને પ્રવાસતો કરે જ છે. આ સાથે ભારતને પોતાનું બીજું ઘર માને છે. એમણે એક અસાધારણ સોલો અભિયાન શરૂ કર્યું છે.
એમની હ્યુન્ડાઇ 350 વાનમાં બાળકો માટે પેન્સિલો, કલર્સ અને શૈક્ષણિક સામગ્રી રાખે છે. દરેક દેશના બાળકોને મળે ભાષાની મર્યાદાના કારણે સંવાદના થાય પણ ભેટનું આદાન પ્રદાન અને લાગણીઓ સૌ સમજે.
એલ્હમ દેહસ્તાની તહેરાનથી અમદાવાદ 7500 કિલોમીટર પ્રવાસ કરી ચૂક્યા છે. એમણે ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો છે. હાલ ભારતના એમના પ્રવાસમાં ગુજરાત, તામીલનાડુ, આસામનો સમાવેશ થાય છે.
હાલ ઘણાં એકલ પ્રવાસી યુ ટ્યુબરો આધુનિક કેમેરા, ડ્રોન સાથે બાઈક, કાર લઈને દુનિયાને માણી પૈસા કમાય છે. ઈરાનના આ મહિલા નિવૃત શિક્ષક ડો.એલ્હમ હરતાં-ફરતાં ઘર જવી ગાડી સાથે શાંતિ માટે અને ખાસ બાળકોને મળવા દુનિયાના પ્રવાસે નીકળ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
