મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ હવે ભાવનગરના ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. જ્યારે ચેતન સાકરિયાએ એક ODI અને બે T20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 IPL મેચ રમી છે. જેમાં 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો હતો.
તમને જણાવી દઈએ કે, સાકરિયા ગયા વર્ષે પણ KKRની ટીમમાં હતો, પરંતુ તે એક પણ મેચ રમ્યો ન હતો અને હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલા પણ સાકરિયા IPLમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ચેતન આ તકનો કેવી રીતે લાભ ઉઠાવશે.IPL 2025 માટે KKR ટીમ
IPL 2025 માટે KKRની ટીમમાં રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી. કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્ટજે, અંગક્રૃષ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોનસન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.
