પાકિસ્તાનમાં અલ્યસંખ્યકોની સામે હિંસામાં વધારો થયોઃ રિપોર્ટ

ઇસ્લામાબાદઃ ગયા વર્ષે દેશમાં રાજકીય અને આર્થિક ખાનાખરાબીએ માનવાધિકાર અધિકાર પર ગંભીર અસર પડી છે, એમ આ સપ્તાહના પ્રારંભમાં જારી સ્ટેટ ઓફ હ્યુમન રાઇટ્સ 2022ના વાર્ષિક રિપોર્ટમાં માનવાધિકાર પંચે જણાવ્યું છે. પંચે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની વિરુદ્ધ હિંસામાં વધી છે, એમ રિપોર્ટ કહે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અત્યારની અને પાછલી સરકારો સંસદની સર્વોચ્ચતાને સન્માન આપવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે વિધાનસભ્યો, કોર્પોરેશન અને કોર્ટની વચ્ચે ઝઘડાએ વિશ્વનીયતાને ઓછી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજદ્રોહના કાયદાઓને અસંતોષ દબાવવા માટે હથિયાર તરીકે રાજકીય ઉત્પીડન જારી રહ્યું હતું. ર્પોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જેલમાં યાતનાઓના દાવા સાથે ડઝનેક પત્રકારો અને વિરોધ પક્ષના રાજકારણીઓની ધરપકડ કરવામાં આવી હતી. વળી, એમાં વિટંબણા એ હતી કે સંસદે યાતનાના ઉપયોગને ગુનાઇત બનાવતા એક વિધેયકને પસાર કર્યું હતું.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સામે અવિશ્વાસના સફળ મતદાન પછી આંદોલને એન્ફોર્સમેન્ટના કર્મચારીઓને દેખાવકારોની સાથે સંઘર્ષ કરતા જોવામાં આવ્યા.એ સાથે સંસદની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું અને એનો દુરુપયોગ પણ કરવામાં આવ્યો હતો.

વળી, આ વર્ષે આતંકવાદી હુમલાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો. પાંચ વર્ષોમાં સૌથી વધુ જેમાં 533 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નાગરિકોને સાવધાન કર્યા છતાં આ ઘટનાઓ થઈ હતી. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વામાં, ઉગ્રવાદને કાબૂ કરવામાં રાજ્યની કામગીરી ઢીલી રહી. એ સાથે નેશનલ એસેમ્બ્લીમાં ગુનાખોરીને ડામવા બિલ પાસથયું છતાં બલૂચિસ્તાનમાં 2210 કેસો વણઉકેલ્યા રહ્યા હતા, એમ રિપોર્ટ કહે છે.