અમેરિકાની શાળાઓમાં ખૂબ વધી ગયું છે વિદ્યાર્થીઓની ગેરહાજરીનું પ્રમાણ

ન્યૂયોર્કઃ અમેરિકામાં શાળાકીય અભ્યાસનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ આખા દેશમાં સરકાર હસ્તકની શાળાઓને એક સમસ્યા ખૂબ સતાવી રહી છે. તે છે, વિદ્યાર્થીઓની ગેરહાજરીનું વધતું જતું પ્રમાણ. કોરોનાવાઈરસ મહામારીના ફેલાવા બાદ ગેરહાજરીના આ પ્રમાણમાં વધારે બગાડો થયો છે.

કેટલીક શાળાઓને ગેરહાજરીની સમસ્યાનો સામનો કરવા માટે રચનાત્મક પ્રવૃત્તિઓનો સહારો લેવો પડશે. વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસના એક વર્ષમાં 10 ટકા જેટલા ભાગમાં ગેરહાજર રહેતા હોય છે. અમેરિકામાં સ્કૂલ કેલેન્ડર 180 દિવસોનું હોય છે, પણ વિદ્યાર્થીઓ હવે શાળાઓમાં આશરે એક મહિનો જેટલા ગેરહાજર રહીને ભણતર ગુમાવે છે. આ જાણકારી અમેરિકાના 40 રાજ્યો અને વોશિંગ્ટન ડી.સી.ની પબ્લિક સ્કૂલ્સમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ પરથી મળી છે. ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 1 કરોડ 36 લાખ જેટલી બમણી થઈ ગઈ છે.