શ્રીનગરની અથડામણમાં પત્રકાર સહિત બે આતંકવાદીઓ ઠાર

શ્રીનગરઃ શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં વહેલી સવારે સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ આતંકવાદીઓમાં એક રઇસ અહમદ ભટ કે ભૂતપૂર્વ પત્રકાર હતો, પણ તે ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રતિબંધિત લશ્કર-એ તૈયબા (LET)માં સામેલ થયો હતો, એમ પોલીસે કહ્યું હતું.

જે પત્રકાર આતંકવાદી માર્યા ગયો હતો, એ ભટ દક્ષિણી અનંતનાગ જિલ્લાના શાહાબાદ વીરી, બિજિબેહરાના નિવાસી છે, જે પહેલાં તે ન્યુઝ પોર્ટલ વૈલી ન્યૂઝ સર્વિસ (VNS) ચલાવી રહ્યો હતો, એમ ઇન્સ્પેક્ટ જનરલ ઓફ પોલીસ (કાશ્મીર રેન્જ) વિજયકુમારે જણાવ્યું હતું. તેની પાસે ઓળખ પત્રમાં ન્યૂઝ પોર્ટલનો ચીફ એડિટર બતાવવામાં આવ્યો હતો- જે મિડિયાનો દુરુપયોગ છે. તે સી શ્રેણીનો આતંકવાદી હતો.તેની સામે અનંતનાગના પોલીસ સ્ટેશનોમાં FIR નોંધવામાં આવ્યો હતો, એમ સ્થાનિક મિડિયાએ જણાવ્યું હતું.

કાશ્મીર ઝોન પોલીસ દ્વારા ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન LETના માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓમાંથી એકની પાસે મિડિયાનું આળખ પત્ર મળ્યું હતું, જે દર્શાવે છે કે એ મિડિયાનો દુરુપયોગ છે. પોલીસે બીજા આતંકવાદીની ઓળખ બિજબેહરાનિવાસી હિલાલ અહેમદના રૂપમાં કરી છે. તે ગયા વર્ષે ઓગસ્ટમાં લશ્કરમાં સામેલ થવા લાપતા થયો હતો.

પોલીસે આશરે 1.30 કલાકે રૈનાવાડીમાં એક અથડામણ ચાલી રહી હોવાના સમાચાર ટ્વીટ કર્યા હતા, જેમાં પોલીસે લખ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને (CRPF) કામગીરી કરી રહી છે.