ટ્રેડવોર: ચીનમાં લાખો નોકરીઓ ગઈ તો, અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ સંકટના વાદળો

વોશિગ્ટન- અમેરિકા સાથે ટ્રેડવોરને પગલે પહેલાથી મંદીનો માર સહ્નન કરી રહેલી અર્થવ્યવસ્થાને વધુ ફટકો પડયો છે. ચાઈના ઈન્ટરનેશનલ કેપિટલ કોર્ય (સીઆઈસીસી)ના તાજેતરના આંકડા અનુસાર ચીનમાં જુલાઈ 2018થી મે 2019 દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટ્રેડ વોરને પગલે 19 લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તો આ તરફ ટ્રેડવોરને પગલે અમેરિકામાં પણ સ્થિતિ સારી નથી કારણ કે વ્હાઈટ હાઉસે મંદીમાંથી બહાર નીકળવાના ઉપાયોની તૈયારી શરુ કરી દેવી પડી છે. હક્કીકતમાં અમેરિકાએ તબક્કાવાર ચીનના ઉત્પાદનો પર અમેરિકામાં આયાત શુલ્ક પર વધારો કર્યો હતો. તેમ છતાં પણ એમ કહેવું મુશ્કેલ છે કે, ચીનમાં નોકરીઓ ખત્મ થવા પાછળનું કારણ માત્ર ટ્રેડ વોર છે કે,અન્ય કોઈ.

અમેરિકન થિંકટેન્ક પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટનેશનલ ઈકોનોમિક્સે કહ્યું કે, ચીનમાં નોકરીઓ ઘટી રહી છે પરંતુ આ ઘટાડો પહેલાથી આવી રહ્યો છે. એનું કારણ છે ચીનનું સેવા આધારીત અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું. એથી બદલાવનો આ દોર પહેલાથી શરુ થઈ ગયો છે. તેમ છતાં પણ એ હક્કીકત છે કે, ચીનમાં નોકરીઓની સ્થિતિ અત્યંત ખરાબ છે.

ચીન સરકાર દ્વારા વિકસિત સામાજિક ઋણ પ્રણાલીની સફળતા પર પણ શંકાના વાદળો ઘેરાય રહ્યા છે. ટીકાકારોએ ચેતવણી આપી છે કે, 2020 સુધમાં લાગૂ થનારી આ પ્રણાલી અધિકારીઓને ઇચ્છનીય અને અનિચ્છનીય વ્યવહાર નિર્ધારિત કરવામાં સક્ષમ બનાવે છે અને આ પ્રણાલી લાગુ થવાથી નાગરિકોના જીવનના અભૂતપૂર્વ નિયંત્રણની મંજૂરી પણ મળી જાય છે. જેથી આ પ્રણાલી પ્રભાવી રૂપથી લાગૂ થવી શંકાસ્પદ છે.

ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચીનથી 112 અબજ ડોલરની વાર્ષિક આયાત પર 15 ટકા શુલ્ક લગાવવાથી અમેરિકામાં કપડા,જૂતા, રમત ગમત સામાન અને ઉપભોક્તા સામાન મોંઘો થવાનું નક્કી છે. આ શુલ્કના વધારા બાદ અમેરિકામાં ચીનથી આયાત થતો લગભગ બે તૃતિયાંશ ઉપભોક્તા સામાન હવે મોંઘો થઈ જશે. આ અગાઉ અમેરિકાએ ચીની માલ પર આયાત શુલ્ક વધારતા સમયે ઉપભોક્તા સામાનની બાદબાકી કરી હતી. આ વધારા બાદ અમેરિકામાં છૂટક વસ્તુઓની કિંમત વધવાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને ઝટકો લાગવોનો ખતરો છે. અનેક અમેરિકન કંપનીઓએ સરકારને ચેતવણી પણ આવી છે.

ટ્રેડવોરને પગલે ચીનના વિનિર્માણ ક્ષેત્રમાં માગ ઘટી છે. બિજનેસ પત્રિકા કાઈજિનનું કહેવું છે કે, નવા ઓર્ડરોની સંખ્યા ચાલુ વર્ષના સૌથી નીચલા સ્તર પર છે. અમેરિકામાં ટેરિફમાં થયેલા વધારાને કારણે ચીની નિકાસકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન માટે અમેરિકા સૌથી મોટુ બજાર છે, આના દ્વારા થતી નિકાસ આ વર્ષે જુલાઈમાં 6.5 ટકાના સ્તર પર આવી ગઈ.

રવિવારે બંન્ને દેશોએ એક-બીજાના માલ પર વધારનો ટેરિફ લાદીને ટ્રેડવોરને વધુ સક્રીય બનાવ્યું છે. જૂનમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ચીનનો વિકાસ દર 6.2 ટકા રહ્યો, જે છેલ્લા 26 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે.