એરટેલે લોન્ચ કરી Xstream સર્વિસ, મળશે આ પ્રકારની સેવાઓ…

નવી દિલ્હીઃ એરટેલે Airtel Xstream સર્વિસ લોન્ચ કરી છે. એરટેલની Xstream સર્વિસ એક પ્રકારે સ્ટિક આધારિત સેવા છે. કેટલાક દિવસ પહેલા જ ટાટા સ્કાય દ્વારા બિંજ સેવા પ્રસ્તુત કરવામાં આવી હતી, તે જ રીતે એરટેલ દ્વારા પણ Xstream સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. એરટેલ Xstream સર્વિસ અંતર્ગત ગ્રાહકોને એક સ્ટિક મળશે, જેને તેઓ પોતાના ટીવીમાં લગાવીને ઓનલાઈન ઓનડિમાન્ડ કન્ટેન્ટ જોઈ શકશે. આવો આ મામલે વિસ્તારથી જાણકારી પ્રાપ્ત કરીએ.

એરટેલ એક્સટ્રીમ સ્ટિક એક એન્ડ્રોઈડ ઓરયો 8.0 આધારિત ઓવર ધ ટોપ સ્ટિક છે, જેની મદદથી તમે નોન સ્માર્ટ ટીવીને પણ સ્માર્ટ ટીવીની જેમ જ ઉપયોગમાં લઈ શકશો, અને ઓનલાઈન ફિલ્મથી લઈને ટીવી શો સુધી જોઈ શકશો. આ સાથે જ ગ્રાહકોને ZEE5, Hooq, Hoi Choi, Eros Now, HungamaPlay, ShemarooMe, Ultra અને Curiosity Stream દ્વારા 10,000 ફિલ્મ અને શો મળશે.

આ સીવાય Airtel Xstream ના ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ વીડિયો અને નેટફ્લિક્સનું પણ સબ્સક્રિપ્શન મળશે. સાથે જ ગ્રાહક પોતાના સાધારણ ટીવી પર ગૂગલ પ્લે-સ્ટોર પરથી પોતાની ગમતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકશે. Airtel Xstream Stick માં ગ્રાહકોને ઈનબિલ્ટ ક્રોમકાસ્ટનો સપોર્ટ મળશે. આ સાથે જ વોઈસ કન્ટ્રોલ વાળુ એક રિમોટ પણ મળશે.

Airtel Xstream ની કીંમત 3,999 રુપિયા છે. એરટેલ થૈંક્સ પ્લેટિનમ અને ગોલ્ડ ગ્રાહકોને ફ્રી સેવા મળશે, જ્યારે અન્ય ગ્રાહકોને પ્રથમ દિવસ ફ્રીમાં સેવા મળશે. તો ગ્રાહકો સિવાય આ સાથે જ 999 રુપિયાની કીંમત એરટેલ એક્સટ્રીમ એપ સબ્સક્રિપ્શન મફતમાં મળશે.

Airtel Xstream Stick માટે કંપનીએ ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી છે. એરટેલ એક્સટ્રિમ સ્ટિકનું વેચાણ આજે એટલે કે 2 સપ્ટેમ્બરથી શરુ થઈ ગઈ છે. ફ્લિપકાર્ટ સીવાય આને એરટેલ રીટેલ સ્ટોર, એરટેલની સાઈટ, વિજય સેલ્સ અને ક્રોમામાંથી ખરીદી શકાશે.

ખાસિયતો

આમાં એન્ડ્રોઈડ પાઈ 9.0 આપવામાં આવ્યું છે. આ એક 4કે હાઈબ્રિડ સેટટોપ બોક્સ છે. આની મદદથી પણ એક સાધારણ ટીવીને સ્માર્ટ ટીવી તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ અંતર્ગત ગ્રાહકોને 500 થી વધારે ટીવી ચેનલ્સ મળશે. સાથે જ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયોનો પણ સપોર્ટ મળશે.

Airtel Xstream Box માં વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને ક્રોમકાસ્ટનો પણ સપોર્ટ છે. આની સાથે મળનારા રિમોટમાં ગૂગલ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે. આ બોક્સની કીંમત 3,999 રુપિયા છે. આ સીવાય આની સાથે પણ 999 રુપિયાની કીમતના એરટેલ એક્સટ્રીમ એપ સબ્સક્રિપ્શન મફતમાં મળશે. એરટેલ ડિજિટલ ટીવીના વર્તમાન ગ્રાહક માત્ર 2,249 રુપિયામાં સેટટોપ બોક્સને Airtel Xstream Stick માં અપગ્રેડ કરી શકો છો. આનું પણ વેચાણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી સાઈટથી શરુ થઈ ગઈ છે.