બીજિંગઃ શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોક કહ્યું હતું કે એ પેઇડ સબસ્ક્રિપ્શન માટે પરીક્ષણ કરી રહી છે, જેથી શોર્ટ વિડિયો પ્લેટફોર્મ પરના ક્રિયેટર્સ માટેની સામગ્રી માટે ચાર્જ લગાવી શકાય. જોકે કંપનીએ ચાર્જ ક્યારે અને કેટલો લગાવવામાં આવશે એની વિગતો હજી સુધી શેર નહોતી કરી. વળી, કંપની હાલમાં કેટલા ક્રિયેટર્સ પર એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું એ વિશે પણ એણે સ્પષ્ટતા નહોતી કરી.
સબસ્ક્રિપ્શન એક અંદાજ છે અને એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, એમ કંપનીના પ્રવકતા ઝાચરી કિઝરે ધ વર્ઝને એક ઈમેઇલમાં કહ્યું હતું. ટિકટોક હંમેશાં સારું નિતનવું કરવા વિશે વિચારી રહી છે.
જો એ અપનાવવામાં આવશે (ચાર્જ) ટિકટોકના ક્રિયેટર્સ અને તેના કન્ટેન્ટને નાણાકીય મદદ કરવા માટે એ નવું પગલું હશે. જોકે ટિકટોક એના સફળ બિઝનેસ મોડલમાં ડિરેક્ટ ટુ- ક્રિયેટર્સ પેમેન્ટ્સને કેવી રીતે જોડશે, એ પણ જોવું રહ્યું. આ એપનો મુખ્ય લાભ અલ્ગોરિધમ છે, જે ઉપયોગકર્તાઓ માટે કન્ટેન્ટને પ્રદર્શિત કરે છે. એટલે કે ક્રિયેટર્સ યુઝર્સ સુધી પહોંચવા માટે તેમને સબસ્ક્રાબર્સમાં તબદિલ કરવાનો છે. જો ક્રિયેટર્સ તેમનું સૌથી સારું કન્ટેન્ટ મૂકે છે, તો એ કન્ટેન્ટ અલ્ગોરિધમને પ્રોત્સાહન આપવા માટે ઉપલબ્ધ નથી, જે બદલાવમાં વિડિયો જોનારાની સંખ્યાને ઓછી કરી શકે છે.
જોકે આ માત્ર ટિકટોકની જ સમસ્યા નથી, પણ બધી ડિજિટલ પ્લેટફોર્મ કન્ટેન્ટ ક્રિયેટર્સને મદદ કરવા પ્રયાસ કરી રહ્યા છે, પણ સામે પક્ષે તેઓ પણ સબસ્ક્રાઇબર્સ માટે અસમંજસતા છે.