19 વર્ષની ઉંમરે જારા રધરફોર્ડે ઇતિહાસ રચ્યો

બ્રસેલ્સઃ બ્રિટિશ અને બેલ્જિયમ મૂળની 19 વર્ષીય જારા રધરફોર્ડે ઇતિહાસ રચ્યો છે. તે વિશ્વમાં એકલી ઉડાન ભરવાવાળી સૌથી નાની વયની મહિલા બની ગઈ છે અને તેણે પાંચ મહિના પછી પાંચ મહા દ્વીપોમાં યાત્રા પૂરી કરી લીધી છે. આ રેકોર્ડ યાત્રા દરમ્યાન જારાએ 51,000 કિમી (32,000 માઇલ)નો પ્રવાસ આશરે 52 દેશોની ઉપરથી પૂરો કર્યો છે.

જારાએ ગયા ઓગસ્ટમાં વિશ્વના સૌથી ઝડપી માઇક્રો લાઇટ પ્લેનથી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જારાએ જ્યારે તેના પ્લેન ટરમેક પર રોકાયું, ત્યારે તેને તાળીઓથી વધાવી લેવામાં આવી હતી. આ એક મારું ઝનૂન હતું, જેને મેં પૂરી રીતે પૂરું નથી કર્યું, બ્રિટિશ અને બેલ્જિયમના ઝંડામાં લપેટાયેલી જારાએ પત્રકારોને કહ્યું હતું કે આ એક એવું સાહસ હતું, જેને હું ફરી ક્યારેય નહીં બેવડાવું.

ઉત્તર અને દક્ષિણ અમેરિકા પછી તેણે એક મહિના માટે અલાસ્કામાં હવામાન અને વિસામાં વિલંબને કારણે ફસાઈ ગઈ હતી.  દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને યુરોપ પરત ફરતાં પહેલાં વિન્ટર સ્ટોર્મને કારણે પૂર્વ રશિયામાં એક લાંબા અંતરાલમાં રોકાવું પડ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. જારાના યાદગાર યાત્રામાં તેની પસંદગીના ન્યુ યોર્કના ફ્લાયઓવર અને આઇસલેન્ડમાં એક સક્રિય જ્વાળામુખી હતી, કેમ કે એ વખતે તેને પોતાના જીવન માટે ડર લાગતો હતો. તેનો ડર તેને સાઇબેરિયામાં થીજી ગયેલા વિસ્તારો અને ઉત્તર કોરિયાની હવાઈ સ્પેસથી નીકળતાં રસ્તામાં પણ લાગતો હતો.

જારા 14 વર્ષની વયેથી પાઇલટની તાલીમ લઈ રહી છે અને તેને 2020માં પાઇલટનું લાઇસન્સ પણ મળ્યું હતું. તે અંતરિક્ષયાત્રી બનવા ઇચ્છે છે.