દક્ષિણ આફ્રિકામાં ખુલ્યું સૌથી મોટું હિન્દુ મંદિર, જાણો તેની વિશેષતા

દક્ષિણ આફ્રિકામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના બહુ સાંસ્કૃતિક કેન્દ્ર અને મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ અવસરે દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માશાતિલેએ કહ્યું કે બીએપીએસના સિદ્ધાંત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય લોકાચાર ઉબુંટૂથી મળે છે.

દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા મંદિરના ઉદ્ધાટન પ્રસંગે ઉપરાષ્ટ્ર પતિ માશાતિલેએ સ્થાનિક હિન્દુ સમુદાયની પ્રશંસા કરતા કહ્યું કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં હિન્દુ સમુદાયની ભૂમિકા પર વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મંદિર 14.5 એકર જમીન પર બનેલું છે. જેમાં 34,000 વર્ગ મીટરનું સાંસ્કૃતિક કેન્દ્ર, 3000 બેઠકોવાળું સભાગૃહ, 2000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, એક સંશોધન સંસ્થા, રૂમ, પ્રદર્શન અને મનોરંજન કેન્દ્ર અને અન્ય સુવિધાઓ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2023માં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ભારતીયોના સમૂહે તેમને જોહાનિસબર્ગમાં તૈયાર થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરની 3ડી તસવીરો બતાવી હતી. આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે હિન્દુ સમુદાયનો સાંસ્કૃતિક વારસો અને મૂલ્ય સમૃદ્ધ છે અને તેને અમારા વિવિધતાપૂર્ણ સમાજના સામાજિક બનાવટને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.