રોસેઉઃ પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસના આરોપોમાં ભારતમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકાની હાઇકોર્ટે જમાનત આપવાનો ઇનકાર કર્યો હતો, કેમ કે તેના ભાગવાનું જોખમ છે. ડોમિનિકા હાઇકોર્ટે શુક્રવારે ચોકસીને જમાનત આપવાનો ઇનકાર કર્યો હતો કે જસ્ટિસ વિનાંટે એડ્રિયન-રોબર્ટ્સે માન્યુ હતું કે જમાનત આપ્યા પછી ચોકસી દેશ છોડીને ભાગે એવી શક્યતા છે.
ચોકસીએ આરોપ લગાવ્યો હતો કે તેને ભારતીય અને અન્ટિગન પોલીસ અધિકારીઓએ તેની મિત્ર બાર્બરા જાબરિકાની સાથા 23 મેએ એન્ટિગુઆમાંથી અપહરણ કરી લીધું હતું. બાર્બરા પણ આ કાવતરાનો હિસ્સો હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ચોકસીના વકીલોએ તર્ક આપ્યો હતો કે એક CARICOM ( કેરિબિયન સમુદાય)ના નાગરિકના રૂપમાં તે EC $5000ના દંડની સાથે જામીન માટે હકદાર છે, કેમ કે એનો કથિત ગુનો જમાનતી છે. તેમણે કોર્ટથી રોકડ જામીન આપવાની માગ કરી હતી. વકીલોએ પણ કહ્યું હુતં કે તેમનો વાદી અસ્વસ્થ છે અને તે દેશ છોડીને નહીં ભાગે.
રાજ્યના વકીલ લેનોક્સ લોરેન્સે ચોકસીના જામીનનો વિરોધ કર્યો હતો, કેમ કે તેના ભાગવાનું જોખમ હતું અને તેની સામે ઇન્ટરપોલે રેડ નોટિસ જારી કરી હતી. લોરેન્સે કહ્યું હતું હતું કે ચોકસીની મેડિકલ કન્ડિશન કોઈ મુદ્દો નથી, કેમ કે તેને જરૂરી મેડિકલ મદદ મળી છે.