લોસ એન્જેલીસઃ સ્થાનિક સમય મુજબ, 4 ઓક્ટોબરના સોમવારે બપોરે કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે વરસાદ તથા આકાશમાં વીજળીના કાતિલ ચમકારા, ગડગડાટથી વાતાવરણ ડરામણું બની ગયું હતું.
સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારે ન જવાની અને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. કેટાલિના ટાપુ તથા અન્ય વિસ્તારોના બીચ નજીક લાઈફગાર્ડ્સ ફરતાં જોવા મળ્યા હતા. તેઓ લોકોને બીચ પર જતા રોકતા હતા.કેટાલિના આઈલેન્ડ, માલિબુ, લોન્ગ બીચ, સેન્ટા મોનિકા સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કાતિલ ચમકારા જોવા મળ્યા હતા અને કડાકાભડાકા સંભળાયા હતા. સદ્દભાગ્યે કોઈ પણ સ્થળેથી જાનહાનિ થયાની કે કોઈને ઈજા થયાનો અહેવાલ નથી.