સાઉદીના પ્રિન્સ સલમાને આતંકવાદને મુદ્દે પાકિસ્તાનને ઠમઠોર્યું

ઇસ્લામાબાદઃ ભારતના પ્રવાસે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનને બેવડો આંચકો આપ્યો છે. મોહમ્મદ બિન સલમાન એક તો પાકિસ્તાનના પ્રવાસે નથી ગયા અને બીજી બાજુ ભારત અને સાઉદી અરેબિયાએ સંયુક્ત નિવેદનમાં અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાની આતંકવાદ જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બધા દેશોએ અન્ય દેશોની વિરુદ્ધ આતંકવાદનો ઉપયોગ ના કરવો જોઈએ.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ બંને દેશોનો એ સીધો ઇશારો પાકિસ્તાન તરફ હતો. ભારત અને સાઉદી અરેબિયાએ જારી કરેલા નિવેદનમાં આંતકવાદી કૃત્યો માટે મિસાઇલ ને ડ્રોન સહિત હથિયારો સુધી પહોંચને અટકાવવાનું આહવાન કર્યું હતું. વડા પ્રધાન મોદી અને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે બેઠક પછી આ સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. બંને નેતાઓએ અફઘાનના આતંકવાદી અને કટ્ટરપંથી ગ્રુપોને એક મંચનો ઉપયોગ નહીં કરવા દેવા પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી હતી કે આતંકવાદ કોઈ પણ રીતે માનવતા માટે સૌથી વદુ જોખમોમાંનો એક છે. તેમણે આતંકવાદને કોઈ વિશેષ જાતિ, ધર્મ અથવા સંસ્કૃતિથી જોડવાના કોઈ પણ પ્રયાસને ફગાવ્યો હતો. વિશ્લેષકોનું માનવું હતું કે બંને દેશોનો ઇશારો પાકિસ્તાન તરફ હતો, જે ભારતમાં આતંકવાદી હુમલા કરાવે છે. વિશ્લેષકોએ કહ્યું હતું કે પાકિસ્તાને G20થી ઘણુંબધું ગુમાવવું પડ્યું છે. પાકિસ્તાને સેનાનું શાસન અને ચીનની મિત્રતાને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે.