વોશિંગ્ટનઃ યુક્રેન-રશિયા વચ્ચે જંગનો આજે 22મો દિવસ છે. છ દેશોએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે UNSCની ઇમર્જન્સી બેઠક બોલાવી છે. યુક્રેને દાવો કર્યો હતો કે એણે રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જોકે બંને દેશો શાંતિ સમજૂતીના એક ભાગને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપે એવી શક્યતા છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય કોર્ટ રશિયાને આદેશ આપ્યો હતો કે એ યુક્રેન પરના હુમલા તત્કાળ બંધ કરે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને યુક્રેનને 80 કરોડ ડોલરની વધારાની સુરક્ષાની સહાયતા આપવાની જાહેરાત કરી છે.
રશિયાની સામે અમેરિકા યુક્રેનને એની સુરક્ષા સહાયતા માટે વધુ વિમાનવિરોધી વાહનો, હથિયારો અને ડ્રોન મોકલી રહ્યુ છે. અમે યુક્રેનને લડવા અને સુરક્ષા કરવા માટે વધુ શસ્ત્રસરંજામ આપીશું, એમ બાઇડને કહ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાની સામે યુક્રેન પરના હુમલાને પર્લ હાર્બર અને 9/11ના આંતકવાદી હુમલો ગણાવ્યો હતો.
તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમના દેશની ઉપર ઉડાન વર્જિત ક્ષેત્રની ઘોષણા સંભવ નથી. અમેરિકાએ રશિયન સાંસદો પર અવશ્ય પ્રતિબંધ મૂકવો જોઈએ અને રશિયાથી આયાત અટકાવી દેવી જોઈએ. તેમણે દેશમાં યુદ્ધે વેરા વિનાશનો એક માર્મિક વિડિયોમાં સાંસદોથી ભરાયેલા સભગૃહને બતાવ્યું હતું. ઝેલેન્સ્કીના સંબોધન પછી બાઇડને કહ્યું હતું કે એમેરિકા યુક્રેનની વધુ મદદ કરશે. જોકે ઝેલેન્સ્કીએ રશિયાના હુમલાની સામે સેનાની મદદ માગી હતી.