એફિલ ટાવરની ઊંચાઈ 20 ફૂટ વધી, જાણો કેવી રીતે…

પેરિસઃ વિશ્વના સૌથી ઊંચા એફિલ ટાવરની ઊંચાઈ છ મીટર (19.69 ફૂટ) વધી ગઈ છે. એફિલ ટાવરની ઉપર એ નવું ડિજિટલ રેડિયો એન્ટિના એન્જિનિયરો દ્વારા લગાવવામાં આવ્યું છે. ટ્રોકેડેરો એસ્લપ્લેનેડથી ટુરિસ્ટોએ જોયું હતું કે નવું ડિજિટલ રેડિયો એન્ટિનાને હેલિકોપ્ટરથી ઉપર ઉઠાવવામાં આવ્યું હતું. નવા એન્ટિનાને કારણે એપિલ ટાવરની ઊંચાઈ 324 (1063 ફૂટ) મીટરથી વધીને 330 મીટર (1083 ફૂટ) થઈ ગઈ હતી.

એફિલ ટાવર કંપનીના અધ્યક્ષ જીન-ફ્રાન્કોઇસ માર્ટિન્સે એસોસિયેટેડ પ્રેસને કહ્યું હતું કે એફિલ ટાવરના 133 વર્ષના ઇતિહાસમાં વૈજ્ઞાનિક પ્રગતિ એ એઅભિન્ન અંગ છે. આજે એક ઐતિહાસિક ક્ષણ છે, કેમ કે એફિલ ટાવર વધુ ઊંચો થઈ રહ્યો છે, જે સામાન્ય ઘટના નથી, એમ તેમણે કહ્યું હતું. 20મી સદીમાં રેડિયોના પ્રારંભથી માંડીને અત્યાર સુધીના દાયકાઓ સુધી એફિલ ટાવર બધી રેડિટો ટેક્નોલોજીમાં ભાગીદાર રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. એફિલ ટાવરનું ઉદઘાટન 31 માર્ચ, 1889માં થયું, ત્યારે એ 312 મીટર (1024) ફૂટ ઊંચો હતો.

એફિલ ટાવરના નિર્માણ દરમ્યાન ટાવરે અમેરિકાના બદા સ્મારકોને પાછળ રાખી દીધા હતા અને એ વિશ્વમાં માનવ સર્જિત સૌથી ઊંચું સ્ટ્રક્ચર બની ગયું હતું. એ ચાર દાયકા સુધી ઊંચું માનવ નિર્મિત સ્મારક રહ્યું હતું. એ પછી 1929માં ન્યુ યોર્ક સિટીનું ક્રિસલર બિલ્ડિંગ એનાથી પણ ઊંચું બન્યું હતું. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો એફિલ ટાવરને જોવા માટે આવે છે.