મોસ્કો: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળમાં સ્ટીલ્થ યુદ્ધ જહાજને સામેલ કરવાનો છે. સાથે જ ભારત અને રશિયા વચ્ચે 21મી આંતર-સરકારી સૈન્ય અને તકનીકી સહયોગ બેઠકમાં ભાગ લેવાનો છે. રવિવારે મોડી રાત્રે મોસ્કો પહોંચતા, ભારતીય રાજદૂત વિનય કુમાર અને રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાન્ડર ફોમિને તેમનું સ્વાગત કર્યું હતું.રાજનાથ સિંહે મોસ્કોમાં ‘ટોમ્બ ઓફ ધ અનોન સોલ્જર’ની મુલાકાત લીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. આ સાથે રાજનાથ સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવો અને યોગદાનની પ્રશંસા કરી.