વોશિંગ્ટનઃ અમેરિકાના 46મા પ્રમુખ તરીકે જો બાઇડને શપથ લીધા છે. તેમની સાથે ભારતીય મૂળના કમલા હેરિસ ઉપપ્રમુખ બની ગયાં છે. જેવી અપેક્ષા હતી એ મુજબ બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક નિર્ણયોને ફેરવી તોળ્યા છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા પછી બાઇડન સીધા ઓવલ ઓફિસમાં કામકાજ સંભાળ્યું છે અને તેમણે કામગીરી શરૂ કરી દીધી છે.
બાઇડને 15 આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આ બધાની અમેરિકામાં લાંબા સમયથી માગ થતી હતી અને તેમણે ચૂંટણીપ્રચાર દરમ્યાન એનાં વચન પણ આપ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર જે કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યો છું એમાંથી કેટલાક કોરોના રોગચાળા સંકટની કાર્યપ્રણાલીને બદલવામાં મદદ કરશે. અમે નવેસરથી જળવાયુ પરિવર્તનનો મુકાબલો કરવા જઈ રહ્યો છે, જે અમે અત્યાર સુધી નથી કર્યા અને વંશીય ભેદભાવ ખતમ કરવાના છે. આ બધા પ્રારંભના મુદ્દા છે.
તેમણે નીચેના નિર્ણયો લીધા છે.
|
તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં અમેરિકી લોકોને પ્રમુખ ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કરવામાં આવશે.