પાકિસ્તાન માટે વધુ એક માઠાં સમાચાર, અમેરિકાની ચેતવણી બાદ પાઈપાઈ….

વોશિંગ્ટનઃ ભારત પર થયેલા પુલવામા હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ દૂત રહેલા નિક્કી હેલીએ કહ્યું કે પાકિસ્તાનનો આતંકીઓને શરણ આપવાનો એક ઈતિહાસ રહ્યો છે અને જ્યાં સુધી તે પોતાના વ્યવહારમાં સુધારો નહી કરે ત્યાં સુધી અમેરિકા ઈચ્છે છે કે તે ઈસ્લામાબાદને એક ડોલર પણ ન આપે.

ભારતીય મૂળની અમેરિકી નાગરિક નિક્કી હેલીએ પાકિસ્તાન માટે નાણાકીય સહાયતાને બુદ્ધિમાનીથી પ્રતિબંધિત કરવા માટે ટ્રમ્પ પ્રશાસનના વખાણ પણ કર્યા છે. હેલીએ એક નવા નીતિ સમૂહ સ્ટેન્ડ અમેરિકા નાઉની સ્થાપના કરી છે જે એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરશે કે અમેરિકાને સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ કેવી રીતે રાખી શકાય. હેલીએ એક ઓપ-એડમાં લખ્યું છે કે જ્યારે અમેરિકા રાષ્ટ્રોને સહાયતા ઉપલબ્ધ કરાવે છે ત્યારે એ પૂછવું વધારે યોગ્ય રહેશે કે અમારી ઉદારતાના બદલે અમેરિકાને શું મળે છે. પરંતુ આના સિવાય પાકિસ્તાને નિયમિતરુપે ઘણા મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનો વિરોધ કર્યો છે.

ફોરેન એડ શુડ ઓનલી ગો ટૂ ફ્રેન્ડ શીર્ષક વાળા સ્તંભમાં નિક્કીએ લખ્યું છે કે 2017 માં પાકિસ્તાનને આશરે એક અબજ ડોલરની અમેરિકી વિદેશી સહાયતા મળી. મોટાભાગની સહાયતા પાકિસ્તાની સેના પાસે જતી રહી. થોડી સહાયની રકમ પાકિસ્તાની લોકોની મદદ માટે રોડ, રાજમાર્ગ અને ઊર્જા પરિયોજનાઓ પર ખર્ચ થઈ.

નિક્કીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં તમામ મહત્વપૂર્ણ મતદાનો પર પાકિસ્તાને અડધાથી વધારે વાર અમેરિકી વલણનો વિરોધ કર્યો છે. સૌથી વધારે પરેશાની વાળી વાત એ છે કે પાકિસ્તાનનો અમેરિકી સૈનિકોને મારનારા આતંકીઓને શરણ આપવાનો પણ લાંબો ઈતિહાસ છે.

દક્ષિણ કૈરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કીએ કહ્યું કે પહેલા જ ટ્રમ્પ પ્રશાસને બુદ્ધિમાની પૂર્વક પાકિસ્તાનની સહાયતા રોકી દીધી છે પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. નિક્કી હેલી ગત વર્ષના અંતમાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂતના પદથી દૂર થઈ હતી. તેમણે અમેરિકાથી અબજો ડોલરની સહાયતા લેવા છતા પણ અમેરિકી સૈનિકોને સતત મારનારા આતંકવાદીઓને શરણ આપવાને લઈને આ પહેલાં પણ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]