પાકિસ્તાન ટેરર ફાઇનાન્સ માટે ફેબ્રુઆરી, 2021 સુધી ‘ગ્રે લિસ્ટ’માં

નવી દિલ્હીઃ પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ‘ગ્રે લિસ્ટ’માં ફેબ્રુઆરી, 2021 સુધી રહેશે, એમ FATFએ ગઈ કાલે એની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ફંડ માટેની આવશ્યક શરતોને પૂરી કરવામાં નિષ્ફળ રહેતાં એને ‘ગ્રે લિસ્ટ’માં રાખવામાં આવ્યું છે. આંતકવાદ અને મની લોન્ડરિંગને રોકવા અને દેખરેખ કરતી પેરિસથી સંચાલિત સંસ્થાની 21થી 23 ઓક્ટોબરની વચ્ચે ડિજિટલ માધ્યમથી વાર્ષિક બેઠક થઈ હતી, જેમાં 27 મુદ્દાઓના એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી.

પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થશે

પાકિસ્તાન હવે ‘ગ્રે લિસ્ટ’માં રહેશે તો એને IMF,વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને યુરોપિયન સંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી નાણાકીય મદદ હાંસલ કરવા વધુ મુશ્કેલ બનશે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાને FATFની ‘ગ્રે લિસ્ટ’માંથી નીકળવાના પ્રયાસોના ભાગરૂપે આશરે 15 કાયદાઓમાં સંશોધન માટે મંજૂરી લેવાની હતી. પાકિસ્તાને ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવા માટે 39 સભ્યો FATFમાં 12 સભ્યોનો ટેકો હાંસલ કરવો જરૂરી છે. આ ઉપરાંત ‘બ્લેક લિસ્ટ’માં જવાથી બચવા માટે ત્રણ સભ્યોના ટેકાની જરૂર છે. પાકિસ્તાનને ચીન, તુર્કી અને મલેશિયા સતત સમર્થન કરતા રહ્યા છે. વળી, આજે થયેલી બેઠકમાં FATFની બેઠકમાં જો પાકિસ્તાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું હતું તો એ સંભાવના હતી કે વિશ્વ સંસ્થાઓ એને ઉત્તર કોરિયા અને ઇરાનની સાથે ‘બ્લેક લિસ્ટ’માં નાખી દેત. જોકે હવે એને ફેબ્રુઆરી, 2021 સુધી ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવ્યું છે.

જૂન, 2018થી પાકિસ્તાન ‘ગ્રે લિસ્ટ’માં

FATFએ પાકિસ્તાનને જૂન, 2018માં ‘ગ્રે લિસ્ટ’માં મૂક્યું હતું. અને ઇસ્લાબામાબાદને મની લોન્ડરિંગ અને આતંકવાદનાં નાણાં અટકાવવા માટે 27 મુદ્દાઓ માટે એક્શન પ્લાન બનાવવા માટે વર્ષ 2019ના અંત સુધી લાગુ કરવા માટે કહ્યું હતું. વળી, કોવિડ-19ને લીધે એ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ, પાકિસ્તાને દેવાંમાં ડૂબેલા પાકિસ્તાને FATFએ ‘ગ્રે લિસ્ટ’માંથી નીકળવા માટે ઓગસ્ટમાં 88 પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાઓ અને એના નેતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

પાકિસ્તાને આ ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવું હશે તો ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપનારા આંતકવાદીઓ જેવા કે દાઉદ ઇબ્રાહિમ, જકી-ઉર-રહેમાન લખવી, જૈશના સરગણા મસૂદ અઝહર અને લશ્કર હાફિસ સૈયદ અને એના સહયોગીઓના કામકાજને ખતમ કરવા પડશે અને એના પુરાવા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાના રહેશે.