પાકિસ્તાનની આ યૂનિવર્સિટીનું ગજબનું ફરમાન, છોકરા-છોકરી સાથે નહી ફરી શકે…

નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક યૂનિવર્સિટીમાં ગજબનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના ચારસદ્દામાં સ્થિત બાચા ખાન વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ એક સાથે નહી ફરી શકે.

આ સર્ક્યુલર 23 સપ્ટેમ્બર 2019 ના રોજ બાચા ખાન યૂનિવર્સિટીના સહાયક ચીફ પ્રોક્ટર ફરમુલ્લાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિસ જાહેર કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને એકસાથે ફરવા પર પ્રતિબંધ લગાવતા કપલિંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આ એક્ટિવિટી ગૈર-ઈસ્લામિક છે અને વિદ્યાર્થીઓને આ પ્રકારની ગતિવિધિઓમાં જોડાતા રોકે છે. સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે, જો છોકરો અને છોકરી એક સાથે ફરતા દેખાશે તો તેની ફરિયાદ તેના માતા પિતાને કરી દેવામાં આવશે. જેના માટે તેમને મોટો દંડ પણ કરવામાં આવી શકે છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે, વિશ્વવિદ્યાલયમાં અનૈતિક ગતિવિધિઓ ચાલી રહી છે. આને અયોગ્ય, ગૈર ઈસ્લામિક, ગૈર સાંસ્કૃતિક સંબંધોને ચલાવી નહી લેવામાં આવે. યૂનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વાત સમજી લે કે કપલિંગ એટલે કે છોકરો-છોકરી એક સાથે ફરે તેની મંજૂરી નથી. જો આ આદેશ બાદ પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક સાથે ફરતા દેખાયા તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.