પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયા શોક મનાવી રહ્યું છે. દેશના ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલની 10મી વરસી નિમિત્તે શોક મનાવી રહ્યું છે. ભૂતપૂર્વ નેતાના નિધનને 10 વર્ષ પૂરાં થવા પર ઉત્તર કોરિયાની જનતા પર 11 દિવસો પર લોકોના હસવા અને દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને કોઈ પણ પ્રકારના આનંદ જાહેરમાં વ્યક્ત નહીં કરવાનો આદેશ સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી શાસન કર્યું હતું. કિમ જોંગ ઇલનું નિધન 17 ડિસેમ્બરે થયું હતું.
કિમ જોંગ ઇલ પછી તેમના ત્રીજા અને સૌથી નાના પુત્ર કિમ જોંગ ઉનના દેશનું સુકાન સંભાળ્યું હતું. હવે તેમના નિધનનાં 10 વર્ષ પૂરાં થવા પર ઉત્તર કોરિયાના લોકો પર 11 દિવસોનો સખત શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં કોઈ પણ હસીને કે દારૂ પીને ખુશી વ્યક્ત નહીં કરી શકે. રેડિયો ફ્રી એશિયાથી વાત કરતાં સિનુઇઝુ શહેરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે શોકના સમયગાળામાં અમે દારૂ સેવન કે આનંદની અભિવ્યક્તિ નથી કરી શકતા.
જો 11 દિવસોમાં જાહેરમાં કોઈની આનંદ વ્યક્ત કરતાં ધરપકડ કરવામાં આવી તો તેને વૈચારિક અપરાધી તરીકે સજા આપવામાં આવશે. આ 11 દિવસોમાં લોકો જન્મદિન નથી મનાવી શકતું. આ ગાળામાં પોલીસને જાપ્તો રાખવા માટે કહેવામાં આવ્યું છે.