નાગરિકતા કાયદાના સમર્થનમાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતીયોએ દેખાવો કર્યા

ન્યૂયોર્ક – અહીં વસતા ભારતીય લોકોએ ભારતની સંસદમાં મંજૂર કરી દેવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના સમર્થનમાં ગઈ કાલે અહીં દેખાવો કર્યા હતા.

ભારતીય વસાહતીઓ ન્યૂયોર્ક શહેરના ટાઈમ્સ સ્ક્વેર ખાતે એકત્ર થયા હતા અને CAAની તરફેણમાં દેખાવો કર્યા હતા. તેઓ બેનર્સ લઈને આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં તેમજ વિદેશમાં અનેક ઠેકાણે CAA કાયદાની વિરુદ્ધમાં પણ દેખાવો થયા છે. દેશ-વિદેશમાં આ કાયદાની વિરુદ્ધમાં અને સમર્થનમાં લોકો રેલીઓ કરી રહ્યા છે અને કૂચ કાઢી રહ્યા છે.

ટાઈમ્સ સ્ક્વેર ખાતે એકત્ર થયેલા ભારતીયોએ પાકિસ્તાનમાં લઘુમતી કોમોનાં લોકો પર કરાતા અત્યાચારની વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]