યાંગૂનઃ મ્યાનમારના લશ્કરી શાસન જુનતાએ એ અહેવાલોને સમર્થન આપ્યું છે કે એણે બળવાખોરોના એક ગામ પર હવાઈ હુમલો કર્યો છે. એમાં કેટલાક બળવાખોરો માર્યા ગયા છે અને મૃતકોમાં કેટલાક નાગરિકો પણ હોઈ શકે છે.
જુનતાએ આ હવાઈ હુમલો સગાઈંગ પ્રાંતના એક ગામ પર કર્યો હતો. દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મંડાલેની નજીક આવેલા સગાઈંગમાં ઘણા લોકો લશ્કરી શાસકોની વિરુદ્ધમાં છે. સમર્થનવિહોણા અહેવાલોમાં જણાવાયું છે કે હવાઈ હુમલામાં 100 જેટલા લોકો માર્યા ગયા છે અને એમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.