બ્રિટનમાં નવા વડા પ્રધાનની આજે જાહેરાત

લંડનઃ અનેક સપ્તાહ સુધી રાહ જોવડાવ્યા બાદ બ્રિટનને આજે નવા વડા પ્રધાન મળશે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી ભારતીય સમય મુજબ આજે સાંજે પાંચ વાગ્યે (11:30 am GMT) જાહેરાત કરશે. આ ટોચના પદ માટે ભારતીય મૂળના રિશી સુનક અને લીઝ ટ્રસ વચ્ચે હરીફાઈ છે. સુનક ગત્ સરકારમાં નાણાં પ્રધાન હતા તો ટ્રસ વિદેશ પ્રધાન હતાં. નવા વડા પ્રધાન બોરીસ જોન્સનના અનુગામી બનશે.

મતદાન પ્રક્રિયાનો આખરી રાઉન્ડ ગયા શુક્રવારે સમાપ્ત થયો હતો. મતદાનના છેલ્લા અમુક રાઉન્ડમાં સરસાઈ મેળવવાને કારણે લીઝ ટ્રસ વડાં પ્રધાન બને એવી શક્યતા છે. મતદાનના અગાઉના પાંચ-છ રાઉન્ડમાં સુનક સરસાઈમાં હતા. સર્વેક્ષણોના તારણ અનુસાર, ચૂંટણીમાં જીત મેળવવાની ટ્રસની શક્યતા 92-95 ટકા છે.

(તસવીર સૌજન્યઃ PxHere)

જાહેરાતના પ્રસંગનું બ્રિટનમાં અનેક ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમને તે કાર્યક્રમ જોવો હોય તેઓ બીબીસી જેવી ઈન્ટરનેશનલ ચેનલ્સ મારફત જોઈ શકશે. સોશ્યલ મીડિયાનાં હેન્ડલ્સ અને આંતરરાષ્ટ્રીય સમાચાર પોર્ટલ્સની વેબસાઈટ્સ ઉપર પણ તે જોઈ શકાશે. બીબીસી વન, ચેનલ ફોર અને ITV જેવા કેટલાક નેટવર્ક્સ ઉપર પણ આ ઐતિહાસિક જાહેરાત પ્રસંગને નિહાળી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]