લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે કેનેડાના સુખાની હત્યા કરી

નવી દિલ્હીઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે વિનીપેગ સિટીમાં ભારતમાંથી ફરાર ગેન્ગસ્ટર સુખદૂલ  સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઇના એક ફેસબુક પ્રોફાઇલથી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કેનેડામાં થયેલી હત્યાની જવાબદારી લેવામાં આવી છે. એ સાથે એ પોસ્ટમાં અન્ય ગેન્ગસ્ટરોને પણ ધમકી આપવામાં આવી છે કે જ્યાં મરજી હોય ભાગી જાઓ, પણ પાપોની સજા જરૂર મળશે.

આ ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે- હા જી, રામરામ- વિશ્વના બંબિહા ગ્રુપનો ઇનચાર્જ હતો એની હત્યા થઈ છે કેનેડાના વિનિપેગ સિટીમાં. તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ લે છે.  એ ડ્રગ એડિક્ટેડ નશાબાજ અને માત્ર નશાને કરવા માટે –પૈસા માટે તેણે બહુ ઘર બર્બાદ કર્યા છે. અમારા ભાઈ ગુરલાલ બરાડ, વિક્કી મિદ્દુખેડાના મર્ડરમાં તેણે બહાર રહીને બધું કર્યું હતું. સંદીપ નંગલની હત્યા પણ તેણે કરાવી હતી, પણ હવે તેને તેનાં પાપોની સજા મળી ગઈ છે. બસ, હવે એક વાત કરવી છે કે જે દુક્કિયાં ટિક્કિયાં હજી રહી ગઈ છે- જ્યાં મરજી થાય, ત્યાં ભાગી જાઓ, વિશ્વમાં કોઈ પણ દેશ ચાલ્યા જાઓ. વિચારો નહીં કે અમારી સાથે દુશ્મની લઈને બચી શકશો. સમય ઓછોવધતો લાગી શકે, પણ સજા બધાને મળશે.

ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે કેનેડામાં A કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરવામાં આવી છે. તે નકલી પાસપોર્ટ તૈયાર કરીને વર્ષ 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઇટ હેન્ડ હતો.

પ્રાથમિક માહિતી મુજબ સુખા દુન્નાકેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારવામાં આવી છે. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. NIAએ તૈયાર કરેલું 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના લિસ્ટમાં તે સામેલ હતો, કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુન્નાકે પર લગભગ 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.