વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે છેલ્લા એક વર્ષમાં ગયેલી આર્થિક ખોટ અને ખોરવાઈ ગયેલા વિકાસકાર્યોને ધ્યાનમાં લઈને અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને 1.9 લાખ કરોડ ડોલરના રાહત પેકેજ પર ગઈ કાલે હસ્તાક્ષર કરી દીધા છે. એમનું કહેવું છે કે આ રાહત યોજના અમેરિકાને કોરોના વાઈરસને પરાસ્ત કરવામાં અને દેશના અર્થતંત્રનું આરોગ્ય ફરી સુધારવામાં મદદરૂપ થશે. પોતાની સત્તાવાર ઓવલ ઓફિસમાં ખરડા પર સહી કર્યા બાદ બાઈડને કહ્યું હતું કે આ ઐતિહાસિક કાયદો દેશની ભાંગી ગયેલી કરોડરજ્જુને ફરી ઠીક કરશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 5,29,000થી વધારે લોકોના મૃત્યુ થયા છે.
(તસવીર સૌજન્યઃ જૉ બાઈડન ટ્વિટર)