ટોક્યોઃ જાપાનની સરકારે કહ્યું છે કે દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાને કારણે ઘોષિત કરાયેલી ઈમર્જન્સીની સ્થિતિનો આવતા ગુરુવારથી અંત લાવવામાં આવશે. વડા પ્રધાન યોશિહીદે સુગાએ આજે જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાનો ચેપ ધીમો પડી જતાં સરકાર ઈમર્જન્સી ઉઠાવી લેવા તૈયાર થઈ છે.
કોરોના ઈમર્જન્સી ગયા એપ્રિલમાં લાગુ કરવામાં આવી હતી. એને વારંવાર લંબાવવામાં આવી હતી. એમ કરીને સરકારે લોકડાઉન લાગુ કરવાનું ટાળ્યું હતું. દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં આશરે 10 લાખ 69 હજાર કેસ નોંધાયા છે અને 17,500 જણે જાન ગુમાવ્યા છે.