ગૂગલે ખાસ ‘ડૂડલ’ સાથે 23મો બર્થડે ઊજવ્યો

વોશિંગ્ટનઃ ગૂગલે હંમેશાં ડૂડલના માધ્યમથી કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ કે હસ્તીનો જન્મદિન ઊજવે છે, પણ આજે 27 સપ્ટેમ્બરે ગૂગલે 23મો ‘બર્થડે’ ઊજવી રહ્યું છે. ગૂગલે જન્મદિનના અવસરે એક સ્પેશિયલ ‘ડૂડલ’ તૈયાર કર્યું છે, જેમાં એક બર્થડે કેક જોઈ શકાય છે અને એ કેક પર 23 વર્ષ લખ્યું છે, જેમાં જન્મદિનની મીણબત્તી ‘Google’માં L દર્શાવે છે.

ગૂગલનો પ્રારંભ 1998માં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના પીએચ.ડીના બે વિદ્યાર્થીઓ- લેરી પેજ અને સર્ગેઇ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. બંને જણે 1995માં કંપનીની કલ્પના કરી હતી. જોકે 1996 સુધી તેમણે એક સર્ચ એન્જિન બનાવ્યું હતું, જેને ‘બેકરબ’ કહેવામાં આવ્યું હતું, જે અલગ-અલગ વેબ પેજોના મહત્ત્વને નિર્ધારિત કરવા માટે લિન્કનો ઉપયોગ કરતા હતા.

ગૂગલે ડૂડલના બ્લોગમાં લખ્યું હતું કે વિશ્વમાં પ્રતિ દિન 150થી વધુ ભાષાઓમાં ગૂગલે અબજો શોધ અને સર્ચ થાય છે. ગૂગલના પ્રારંભના દિવસોથી ઘણું બધું બદલાઈ ગયું છે. ટોયના બ્લોકથી બનેલી કેબિનેટમાં રાખવામાં આવેલા પહેલા સર્વરથી અત્યાર સુધીના સર્વર સુધી વિશ્વ સ્તર પર 20થી વધુ ડેટા કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. વિશ્વની માહિતીને બધા માટે સુલભ બનાવવાનું આ મિશન રહ્યું છે. હાલમાં CEO સુંદર પિચાઈએ 24 ઓક્ટોબર,2015એ ગૂગલનું નેતૃત્વ સંભાળ્યું હતું.આ વર્ષોમાં ગૂગલે પોતાની સર્વિસનો વિસ્તાર કર્યો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]