તામિલનાડુના માછીમારો શ્રીલંકાના હુમલા સામે વિરોધ-માર્ચ કાઢશે

કોલંબોઃ શ્રીલંકાના માછીમારોએ કથિત રીતે હુમલા કરીને તામિલનાડુના નાગપટ્ટિનમના ત્રણ ભારતીય માછીમારોને ગંભીરરૂપે ઘાયલ થયા બાદ તેમનો માલસામાન લૂંટીને ફરાર થઈ ગયા છે. આ ઘટના પછી પોલીસે ગંભીર રીતે ઘાયલ ત્રણ માછીમારોને બચાવીને નાગપટ્ટિનમની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. જિલ્લા કલેક્ટર અરુણ થમ્બુરાજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે મુલાકાત કરીને તેમના હાલચાલ જાણ્યા હતા.

નાગપટ્ટિનમના ત્રણ માછીમારો, શિવકુમાર, ચિન્નાથમ્બી શિવ પર શુક્રવારે રાતે વેદારયાનમ તટથી 15 સમુદ્રી મીલ દૂર સમુદ્રમાં હુમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાના બદમાશોએ હુમલાઓમાં હાથકડી, લાકડીઓનો ઉપયોગ કર્યો હતો. શિવકુમારનું બહુ લોહી વહ્યું હતું. જોકે ત્રણે પીડિતો કિનારે કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા. તામિલનાડુ રાજ્ય માછીમાર સંઘના નેતા જેસુ રાજાએ કહ્યું હતું કે તામિલનાડુના માછીમારો પર શ્રીલંકન નૌસેના, માછીમારો અને સમુદ્ર ચાંચિયાઓએ નિયમિતપણે હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

જેસુ રાજે કહ્યું હતું કે માછીમારા સમુદાયની સહનશીલતાની એક મર્યાદા છે. અમે રાજ્યમાં વિરોધ માર્ચ કરીશું અને સુરક્ષા આપવા કેન્દ્ર-રાજ્ય સરકારને પત્ર લખીશું. નાગપટ્ટિનમ, રામેશ્વરમ અને તામિલનાડુનાં અન્ય ક્ષેત્રોમાં માછીમારો પર શ્રીલંકન નૌસેના દ્વારા કટ્ટાચથિવુમાં હુમલા થયા હતા. જેથી આશરે 20 નાવની 40 માછલી પકડવાની જાળ પણ ફાટી ગઈ હતી. જેનાથી માછીમારોને ભારે નુકસાન થયું હતું.

એક માછીમાર એન્ટની જેકબે કહ્યું હતું કે શ્રીલંકન નૌસેનાએ અમારી ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. શ્રીલંકાની એક નાવમાં ભારે માત્રામાં માદક પદાર્થ મળ્યા પછી કેન્દ્ર સરકારે સમુદ્રમાં નિગરાની વધારી દીધી છે. કેટલાક શ્રીલંકન લોકો દ્વારા આતંકવાદીઓને તાલીમ માટે પાકિસ્તાન મોકલવાના પણ અહેવાલ હતા. જેથી ભારતીય તટરક્ષક દળ ભારતીય નૌસેનાને પણ સતર્ક કરી દેવામાં આવી છે.