બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર વધુ બે-કંપની લિસ્ટ થઈ 

મુંબઈ તા.27 સપ્ટેમ્બર, 2021: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર વધુ બે કંપનીઓ માર્કોલાઈન્સ ટ્રાફિક કંટ્રોલ્સ લિ. અને પ્રિવેસ્ટ ડેનપ્રો લિમિટેડ લિસ્ટ થતાં બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધીને 347ની થઈ છે.

માર્કોલાઈન્સ ટ્રાફિક કંટ્રોલ્સે રૂ.10ની મૂળ કિંમતના 51.28 લાખ ઈક્વિટી શેર્સ રૂ.78ની કિંમતે ઓફર કરી સફતાપૂર્વક રૂ.39.99 કરોડ એકત્ર કર્યા હતા. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને શૈક્ષણિક સર્વિસીસ પૂરી પાડતી માર્કોલાઈન્સ મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની રોડ બિલ્ડિંગ અને રોડ મેઈન્ટેનન્સનું કામ પણ કરે છે.

બીએસઈ એસએમઈ પર લિસ્ટ થયેલી પ્રેવેસ્ટ ડેનપ્રોએ રૂ.10ની મૂળ કિંમતના 31.68 લાખ શેર્સ શેરદીઠ રૂ.84ની કિંમતે ઓફર કરી સફળતાપૂર્વક રૂ.26.61 કરોડ એકત્ર કર્યા હતા. જમ્મુ સ્થિત આ કંપની દાંતના નિદાન, સારવાર અને રોગ પ્રતિબંધક મટીરિયલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ડોડોન્ટિક્સ, પ્રોસ્થોડોન્ટિક્સ, ઓર્થોટોન્ટિક્સ, પિરિયડોન્ટિક્સ, રેસ્ટ્રોરેટિવ ડેન્ટિસ્ટ્રી, એસ્થેટિક ડેન્ટિસ્ટ્રી અને લેબોરેટરીઝમાં વપરાતાં વિવિધ મટીરિયલ્સનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 114 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 345 કંપનીઓએ કુલ રૂ.3,634.29 કરોડની મૂડી એકત્ર કરી છે, જેનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 24 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ.36,419.82 કરોડ હતું.