વોશિંગ્ટનઃ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ બે વિમાનોએ ન્યુ યોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પ્રસિદ્ધ ટ્વિન ટાવરને જમીનદોસ્ત કરાવ્યા હતાં. ઇસ્લામિક કટ્ટરપંથી ગ્રુપ અલ-કાયદા સાથે જોડાયેલા 19 આતંકવાદીઓએ ચાર વિમાનોનું અપહરણ કર્યું હતું અને અમેરિકા પર ભયંકર આત્મઘાતી હુમલો કર્યો હતો. ત્રીજું વિમાન વોશિંગ્ટન DCની બહાર આવેલા પેન્ટાગોન પર પડ્યું હતું અને ચોથું વિમાન પેન્સિલવેનિયાના એક મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 9/11ના આતંકવાદી હુમલા દરમ્યાન 3000થી વધુ લોકો માર્યા ગયા હતા. તે હુમલા બાદ અમેરિકાએ આતંકવાદ સામે લડવાની પહેલ કરી હતી.
19 વર્ષ પહેલાંના એ મંગળવારે સવારે 8.45 કલાકે અમેરિકન એરલાઇન્સનું એક બોઇંગ, જે 767,20,000 ગેલન જેટ ઇંધણથી ભરેલું હતું, તે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તર ભાગમાં ટકરાયું હતું. 110 માળની ગગનચુંબી ઇમારતની 80મા માળે આગ લાગવાથી બચી ગઈ હતી અને હજારો લોકોનાં મોત થયાં હતાં. સેંકડો લોકો આ ઊંચી ઇમારતમાં ફસાયા હતા. 18 મિનિટ પછી બીજું બોઇંગ 767 યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 175 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના દક્ષિણ ટાવર સાથે અથડાયું હતું અને 60મા માળે એક મોટું ગાબડું ગયું હતું.
9/11ના હુમલા માટે સાઉદી અરેબિયાના ભાગેડુ ઓસામા બિન લાદેનના અલ-કાયદા આતંકવાદી સંગઠન દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં.
11 સપ્ટેમ્બર, 2001ને સુરક્ષાના આઉટલુકમાં બદલાવ કરવામાં આવ્યા હતા, જેમા અફઘાનિસ્તાન, ઇરાક, લિબિયા અને પાકિસ્તાનમાં નાગરિક સ્વતંત્રતા, સૈન્ય કાર્યવાહીની કિંમત પર એક આકરો કાયદો ઘડી કાઢવામાં આવ્યો હતો. જેના પરિણામસ્વરૂપ સદ્દામ હુસેન અને મુઅમ્મર ગદાફીનાં મોત થયાં હતાં. આ ઉપરાંત આતંકવાદી ગ્રુપ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને પણ પાકિસ્તાનમાં ઘૂસીને ઠાર કરવામાં આવ્યો હતો.
અહીં એ તથ્યોની યાદી છે, જેને તમે 9/11ના હુમલા વિશે કદાચ જાણતા ન હો…
1. આગ 99 દિવસો સુધી ચાલુ રહી હતી
ગ્રાઉન્ડ ઝીરો પર લાગેલી આગ 19 ડિસેમ્બર, 2001 સુધી સંપૂર્ણ રીતે બુઝાઈ નહોતી.
2. CIAએ 1998માં રાષ્ટ્રપતિ ક્લિન્ટનના અપહરણ માટે ચેતવણી આપી હતી.
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ ક્લિન્ટનને જણાવ્યું હતું કે બિન લાદેન હાઇજેક અને યુએસ એરક્રાફ્ટ અને અન્ય હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યો છે. CIAએ પોતાના ડેલી બ્રીફમાં ચોથી ડિસેમ્બર, 1998એ રાષ્ટ્રપતિને અપડેટ કરતાં કહ્યું હતું કે તે અનેક આંતકવાદીઓને જેલમાંથી છોડાવવા માટે વિમાનોને હાઇજેક કરવાની યોજના બનાવી રહ્યો છે.
3. વર્લ્ડ ટ્રેડ સેન્ટરને પહેલા નિશાન બનાવવામાં આવ્યું હતું
26 ફેબ્રુઆરી, 1993એ WTCના બેઝમેન્ટ પાર્કિંગમાં ઊભેલી વાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટમાં છ લોકોનાં મોત થયાં હતાં અને 1000થી વધુ ઘાયલ થાયા હતા. બોમ્બ મૂકનાર સુન્ની કટરપંથી રેમઝી યુસેફે પછીથી કહ્યું હતું કે અઢી લાખ જેટલા લોકો માર્યા જવાની તેની ધારણા હતી.
4. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું સ્ટીલ ચીન અને ભારતને વેચવામાં આવ્યું હતું
ગ્રાઉન્ડ ઝીરોમાં બચેલા 185,101 ટન સ્ટીલનો ઉપયોગ અમેરિકામાં આવેલા સ્મારકો પાછળ કરવામાં આવ્યો હતો, પણ કેટલુંક ચીન અને ભારતને વેચવામાં આવ્યું હતું.
5. ન્યુ યોર્કમાં ત્રણ ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત થઈ હતી
બે વિમાનો ન્યુ યોર્ક સિટી શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવરો સાથે અથડાયા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ સાતના કવરેજમાં બહુ કરી ના શકાયું. 47 માળની એક અન્ય ઇમારત સાથે ત્રીજું વિમાન અથડાતાં એ ઈમારત પણ ધ્વસ્ત થઈ હતી.
6. 9/11 પૂર્વે લાદેનને મારવા અમેરિકાએ અનેક પ્રયાસો કર્યા હતા
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે CIA અને અન્ય એજન્સીઓએ 1998ના પ્રારંભે બિન લાદેનને પકડવાની યોજના તૈયાર કરી હતી. આમાં વિલંબ થયો, પરંતુ અફઘાન આદિવાસી નેતાઓ પર વિશ્વાસ કરવા વિશે સેનાના અધિકારી અવઢવમાં હતા. એ વખતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સેન્ડી બર્જર એ વાતને લઈને ચિંતામાં હતા કે જો લાદેન પકડાશે તો તેની સાથે શું કરવામાં આવશે અને શું તેની સામેના પુરાવાથી અમેરિકી કોર્ટમાં ગુનાની સજા થશે.
7. અપહૃત વિમાનોનાં પ્રવાસીઓએ માહિતી પૂરી પાડી હતી
અમેરિકન અને યુનાઈટેડના અપહરણ કરાયેલા 4 વિમાનના પ્રવાસીઓએ એમના વિમાનનું અપહરણ કરાયું છે એવી જાણકારી એમના સેલફોન દ્વારા એમના પરિવારજનો તથા મિત્રોને આપી હતી.