ઇઝરાયલ-હમાસ યુદ્ધઃ ગાઝામાં 70થી વધુ પેલેસ્ટાઇનોનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસની વચ્ચે જંગ જારી છે. ગાઝામાં શુક્રવારે 70થી વધુ પેલેસ્ટાઇન માર્યા ગયા છે. આ ઘટનાને લઈને હમાસના એક અધિકારીએ ઇઝરાયલ પર યોજનાબદ્ધ રીતે લોકોનો નરસંહાર કરવાનો આરોપ લાગ્યો છે. હમાસ સરકાર મિડિયા ઓફિસના ડિરેક્ટર ઇસ્માઇલ અલ થવાબ્તાએ દાવો કર્યો હતો કે ઇઝરાયલી સેનાએ પૂર્વી ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટાઇનઓને પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારોમાં જવા માટે નિર્દેશિત કર્યા છે અને તેમના ત્યાં પહોંચવા પર તેમના પર ગોળીઓ ચલાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે બચાવ દળે તાલ-અલ હવા વિસ્તારમાં 70થી વધુ મૃતદેહો કબજે કર્યા છે અને કમસે કમ 50 લોકો લાપતા છે. કેટલાક વિસ્થાપિત લોકો સફેદ ઝંડો લઈને ઇઝરાયલી સેના તરફથી ઇશારો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમે લડાકુ નથી, વિસ્થાપિત છીએ. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ આ વિસ્થાપિત લોકોને બેરહેમીથી મારી નાખ્યા હતા. અહેવાલ મુજબ આ ઘટનામાં મૃતકોની સંખ્યા 70થી વધુ બતાવવામાં આવી રહી છે, જ્યારે અનેક ઘાયલ થયા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લગભગ નવ મહિના થઈ ગયા છે. પેલેસ્ટાઇનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હવે 38,000થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 23 લાખ લોકો બેઘર થવું પડ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના અંદાજ અનુસાર પેલેસ્ટાઇન વિસ્તારમાં મૃતકોની સંખ્યા 1,86,000 સુધી હોવાની શક્યતા છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે ગાઝા શહેરમાં મૃતદેહો મળી આવતાં નિંદા કરતાં નાગરિકોનાં મોતનું એક દુખદ ઉદાહરણ જણાવ્યું હતું.