સિંગાપુરઃ સિંગાપુરમાં પ્રવાસીઓની સંખ્યાને મામલે ભારત હવે ચીનથી આગળ નીકળી ગયું છે. સિંગાપુર પહોંચનારા પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમાંકે છે. જોકે કોવિડ19 રોગચાળા પહેલાં ચીનમાં સિંગાપુર આવતા પ્રવાસીઓની સંખ્યામાં સૌથી વધુ હતા. સિંગાપુર ટુરિઝમ બોર્ડ (STB)ના આંકડાઓ અનુસાર નવેમ્બર, 2022 સુધી ભારતથી કુલ 6,12,300 પ્રવાસીઓ સિંગાપુર પહોંચ્યા હતા.
વળી, ભારતીયો પ્રવાસી તરીકે સિંગાપુરમાં સરેરાશ 8.61 દિવસ રહે છે, જ્યારે ઇન્ડોનેશિયાના પ્રવાસીઓ સરેરાશ 4.66 દિવસ, મલેશિયાના લોકો 4.28 દિવસો અને ઓસ્ટ્રેલિયાના લોકો 4.05 દિવસો રહે છે. સિંગાપુરની નવેમ્બર સુધીમાં 9,86,999 ઇન્ડોનેશિયન વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જ્યારે મલેશિયા 4,95,470 પ્રવાસીઓ સિંગાપુરના પ્રવાસએ આવનારા ત્રીજા ક્રમાકે હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા (4.76,480 અને ફિલિપિન્સ (3.25,480)નું સ્થાન હતું.
સિંગાપુરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 53.7 લાખે પહોંચી હતી. આ વર્ષે જુલાઈમાં સિગાપુર ટુરિઝમ બોર્ડે કહ્યું હતું કે સિંગાપુરમાં 2023માં 40થી 60 લાખ પ્રવાસીઓને અપેક્ષા છે. ચીને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે એ તેના નાગરિકોને ફરીથી વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપશે. હવે, એવું લાગે છે કે વર્ષ 2023માં સિંગાપુર ટુરિઝમ એક નવા કોવિડ પહેલાંના મુકામે પહોંચી જશે. ઓક્ટોબર અને નવેમ્બર –બંનેમાં પ્રવાસીઓની સંખ્યા આશરે 8,16,000 હતી. આ પ્રવાસીઓની સંખ્યા આશકે 6.2 મિલિયન સુધી પહોંચવાનો અંદાજે છે.