ભારતીય-અમેરિકન મીનળ પટેલ ડેવિસ અમેરિકામાં પ્રેસિડેન્ટ મેડલથી સમ્માનિત

વોશિંગ્ટન – માનવ હેરાફેરીના ગુના સામેની લડાઈ લડવા બદલ ભારતીય અમેરિકન મહિલા મીનળ પટેલ ડેવિસનું પ્રેસિડન્ટ મેડલ આપીને સમ્માન કરવામાં આવ્યું છે.

મીનળ પટેલ હ્યુસ્ટન શહેરના મેયર સિલ્વેસ્ટર ટર્નરના હ્યુમન ટ્રાફિકિંગ મામલે વિશેષ સલાહકાર તરીકે સેવા બજાવે છે.

હ્યુસ્ટનમાં માનવ હેરાફેરીના દૂષણ સામેના જંગમાં અસાધારણ યોગદાન આપવા બદલ મીનળ પટેલને આ મેડલ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ પ્રદાન કર્યો હતો. એ પ્રસંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મીનળ પટેલે કહ્યું છે કે, અમેરિકામાં જન્મ લેનાર મારાં પરિવારની હું પહેલી વ્યક્તિ છું. થોડાક વર્ષ અગાઉ મારી નિમણૂક મેયરના કાર્યાલયમાં કરવામાં આવી હતી અને હવે વ્હાઈટ હાઉસમાં આ મેડલ મળ્યો. મને તો માનવામાં જ નથી આવતું કે આ બે મોટી સિદ્ધિ હું મેળવી શકી છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]