રિયાધઃ ભારત સરકાર અને સાઉદી અરેબિયાએ બંને દેશોના હજારો લોકોને રાહત આપવા માટે બંને દેશોની વચ્ચે સ્પેશિયલ ડિરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ 1 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. વાસ્તવમાં ભારત સરકારે સાઇદી અરેબિયાની સાથે એર બબલ એગ્રીમેન્ટ કર્યો છે. આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી ચૂક્યું છે. જેથી આ સમજૂતીથી પેસેન્જરોને બંને દેશોનો પ્રવાસ કરવાની મંજૂરી મળી જશે.
કોરોના રોગચાળાના સમયમાં જ્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે, જેના સ્વરૂપ આ એર બબલ સમજૂતી બંને દેશો વચ્ચે કામચલાઉ વ્યવસ્થા છે, જેનો ઉદ્દેશ વ્યવસાયલક્ષી પેસેન્જર સેવાઓ શરૂ કરવાનો છે. ભારતે 35 દેશોની સાથે એર બબલ સમજૂતી કરી છે, જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બંગલાદેશ, ભૂતાન, કેનેડા, ઇથિયોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ. જર્મની, ઇરાક, જાપાન, કઝાખિસ્તાન, કેન્યા, કુવૈત, માલદિવ્સ, મોરિશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇઝિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાંડા, સાઉદી અરેબિયા, સેશલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટઝર્લેન્ડ, તાંજાનિયા, યુક્રેન, UAE, યુકે, અમેરિકા અને ઉઝબેકિસ્તાન જેવા દેશો સામેલ છે.
Embassy is pleased to announce air bubble arrangement between India and Saudi Arabia with effect from January 1st, 2022. Details at https://t.co/wKDXdmWMmU@MoCA_GoI @MEAIndia @ksagaca
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) December 24, 2021
ભારતે કોરોના કેસોમાં વધારાને પગલે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે આ મહિનાના પ્રારંભે કેન્દ્રએ કહ્યું હતું કે સ્વિટઝર્લેન્ડ અને સાઉદી અરેબિયા સહિત 10 દેશોની સાથે એર બબલ સમજૂતી પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે સાઉદી અરેબિયાના નાગરિક ભારતથી સાઉદી અરેબિયા પ્રવાસ કરી શકશે, બસ, તેની પાસે કાયદેસરના વિઝા હોવા જરૂરી છે.