મોસ્કોઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે કહ્યું છે કે બંને પડોશી દેશ વચ્ચેના મતભેદો ઉકેલવા માટે પોતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈવ ટીવી ચર્ચા કરવા માગે છે. ભારત અને પાકિસ્તાન 1947માં આઝાદ થયા ત્યારથી એકબીજાનાં કટ્ટર હરીફ છે. બંને દેશ અત્યાર સુધીમાં ત્રણ સશસ્ત્ર યુદ્ધ પણ કરી ચૂક્યા છે.
ઈમરાન ખાને આજે રશિયા ટુડેને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, હું પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી પર લાઈવ ડીબેટ કરવાનું પસંદ કરીશ. જો એ ચર્ચા મારફત મતભેદો ઉકેલી શકાશે તો ભારતીય ઉપખંડના અબજ લોકો માટે એ લાભદાયી નિવડશે.
ઈમરાન ખાનની આ ઓફર વિશે ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
