પ્રયોગ સફળ રહ્યો તો વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થશે :UN

ન્યુ યોર્કઃ કોરોના રોગચાળાના વૈશ્વિક પ્રકોપની વચ્ચે આ સમાચાર રાહત આપનારા છે. સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયા ગુટેરેસે કોરોના વાઇરસ માટે અંડર ટ્રાયલ વેક્સિનની સફળતાની આશા છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે જો આ પ્રયોગ સફળ રહ્યો તો એ વેક્સિનની ઉપલબ્ધતા સરળતાથી થઈ શકશે. ગરીબ રાષ્ટ્રોની ચિંતાને જોતાં ગુટેરેસએ કહ્યું હતું કે આ દેશોને સસ્તા દરે વેક્સિન ઉપલબ્ધ કરાવવી જોઈએ.

વેક્સિનનું માનવ પરીક્ષણ અમેરિકા અને બ્રિટન સહિત કઈ દેશોમાં શરૂ

તેમણે કહ્યું હતું કે કોવિડ-19 વેક્સિનનું માનવ પરીક્ષણ અમેરિકા અને બ્રિટન સહિત કેટલાંક રાજ્યોમાં શરૂ થઈ ચૂક્યું છે. ગુટેરેસએ ટ્વિટર પર લખ્યું હતું કે આ કોરોના પર તૈયાર કરવામાં આવેલી વેક્સિન કોઈ એક રાષ્ટ્ર નહીં, બલકે એ વૈશ્વિક ધરોહર હશે. તેમણે કહ્યું હતું કે આ વેક્સિન સસ્તી, સુરક્ષિત, અસરકારક અને સરળતાથી સુલભ હશે. આ ઉપકરણ કોરોના વાઇરસથી લડવા માટે અસરકારક છે.  

કોરોનાથી મુક્તિ માટે સંપૂર્ણ વિશ્વએ એકજૂટ થવું પડશે

તેમણે કહ્યું હતું કે કોરોનાથી મુક્તિ માટે સંપૂર્ણ વિશ્વએ એકજૂટ રહેવું પડશે. કોરોના વાઇરસથી લડવા માટે વૈશ્વિક ઇતિહાસમાં વિશ્વમાં સૌથી મોટા જાહેર આરોગ્ય પહેલ અને પ્રયાસની જરૂર છે. યુએન પ્રમુખે કહ્યું હતું કે દેશોએ કોરોનાથી જોડાયેલા બધા ડેટાને એકબીજા સાથે વહેંચવા જોઈએ.

કોરોના રોગચાળા માટે અમેરિકામાં ટ્રાયલ શરૂ

કોરોના રોગચાળાથી ઝઝૂમી રહેલા અમેરિકામાં વાઇરસની સારવામાં લાગેલું છે. ટ્રમ્પ વહીવટી તંત્રના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે હાલમાં એના માટે 72 મેડિકલી ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે FDAની દેખરેખમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં 72 પરીક્ષણ ચાલી રહ્યા છએ અને 211 યોજનાઓ ચાલી રહી છે. આમાં કંવલસેન્ટ પ્લાઝમા અનમે એન્ટિ વાઇરલ થેરેપી પણ સામેલ છે.  જોકે વેક્સિન શોધવાનું કામ સતત જારી છે.