જિસસ રાખે એને કોરોના પણ ના ચાખે…

  1. મેડ્રિડઃ વિશ્વઆખું જ્યારે કોરોના સામે જંગે ચઢ્યું છે, ત્યારે 107 વર્ષની ઉંમરે જો કોઈ મહિલા સંક્રમિત થઈ હોય અને એ ફરી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે, એ કોઈ ચમત્કારથી ઓછો નથી. એના ડેલ વાલ્લે (Ana del Valle)નો જન્મ 1913ના ઓક્ટોબરમાં થયો હતો અને આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ 107 વર્ષનાં થશે. એની સાથે એવી અટકળો ચાલી રહી છે કે સ્પેનમાં આ રોગચાળાને માત આપનારી આ સૌથી વયસ્ક મહિલા એનાને જ સૌથી વયોવૃદ્ધનો પુરસ્કાર પણ આપવામાં આવશે. 

કોવિડ-19ના રોગાચાળાથી ઝઝૂમી રહેલા વિશ્વના તમામ દેશોમાં સ્પેનનો મામલો આશ્ચર્યમાં મૂકનારો છે. આ 107 વયની વયોવૃદ્ધ મહિલા કોરોના વાઇરસના સંક્રમણનો શિકાર થઈ હતી અને સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે. આ એ જ નાની એના છે, જેને પાંચ વર્ષની ઉંમરમાં વર્ષ 1918માં સ્પેનિશ ફ્લુને પણ માત આપી હતી. અન્ય મિડિયા અહેવાલો મુજબ સ્પેનમાં બે અન્ય મહિલાઓએ કોવિડ-19 પર જીત હાંસલ કરી છે, જેમની વય 101ની છે.

કોઈ અચરજથી ઓછો નથી એનાનો મામલો

સ્પેનની એના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુથી સંક્રમિત થઈ હતી અને સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગઈ હતી અને હવે 107 વર્ષની વયે 2020માં ઘાતક કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હતી અને એનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી. એનાનો મામલો કોઈ અચરજથી ઓછો નથી.

એના નર્સિંગ હોમમાં સંક્રમિત થઈ

અહેવાલો અનુસાર એના અલ્કાલા ડેલ વાલ્લે નામના એક નર્સિંગ હોમમાં હતી. અહીં જ એને કોવિડ-19નું સંક્રમણ થયું. તેમની સાથે 60 અને વધુ લોકો હતા. ત્યાર બાદ તેમને લા લિનિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી કેટલાક દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

30 મહિના સુધી સ્પેનિશ ફ્લુ રોગચાળો

સ્પેનના એક અંગ્રેજી અખબાર ધ ઓલિવ પ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વર્ષ 1918માં બાળકી એના ડેલ વાલ્લે સ્પેનિશ ફ્લુની ઝપટમાં આવી હતી, પરંતુ એ આ રોગમાંથી પણ સાંગોપાગ બહાર આવી હતી. આ ઘાતક ઇન્ફ્લુએન્ઝા રોગચાળો આશરે 36 મહિના (જાન્યુઆરી, 1918થી ડિસેમ્બર, 1929) સુધી રહ્યો અને એનાથી 50 કરોડ લોક સંક્રમિત થયા હતા, જે એ વખતના વિશ્વની વસતિના એક તૃતીયાંશ હતી. તે હવે 102 વર્ષ પછી રોંડામાં પોતાના પરિવારની સાથે 107 વર્ષ વયોવૃદ્ધ એનાને કોરોના વાઇરસને માત આપી હતી.

એનાની વહુએ આભાર વ્યક્ત કર્યો

એનાની વહુ પાકુઈ સાંચેઝે સ્થાનિક મિડિયાથી વાતચીતમાં હોસ્પિટલમાં આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે હોસ્પિલના કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં ઓથોરિટીએ ઘણી ધીમી પ્રક્રિયાથી સારવાર કરી હતી, કેમ કે એનાની ઉંમર વધુ હતી. તેમના ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના સારા રિપોર્ટ છે, પણ તેમણે વધુ સતર્ક રહેવું પડશે. તેઓ એકલાં જમે છે, કોઈ દિવસ વધુ તો કોઇક દિવસે ઓછું. તેઓ વોકરની મદદથી થઓડી સહેલ પણ કરે છે.

સ્પેનમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધી કુલ 22,524 મોત થયાં છે. જોકે 92,355 દર્દીઓ સ્વસ્થ પણ થયાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]